GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગરમાં GBS ના શંકાસ્પદ કેસોને પગલે કલેકટર સુશ્રી અર્પિત સાગર એક્શન મોડમાં

બાળકોનું સ્વાસ્થ્ય એ જ તંત્રની પ્રથમ પ્રાથમિકતા
****
મહીસાગરમાં GBS ના શંકાસ્પદ કેસોને પગલે કલેકટર સુશ્રી અર્પિત સાગર એક્શન મોડમાં
****

રિપોર્ટર …
અમીન કોઠારી મહીસાગર…

મહીસાગર જિલ્લાના તમામ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા શાળાઓ અને આંગણવાડીઓમાં મહા-ચેકિંગ ઝુંબેશ
****

 


મહીસાગર જિલ્લામાં તાજેતરમાં નોંધાયેલા ગિલેન-બારી સિન્ડ્રોમ (GBS) ના શંકાસ્પદ કેસોને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા, જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ બાળકોમાં સંક્રમણ અટકાવવા માટે સમગ્ર જિલ્લામાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

જિલ્લા કલેકટરશ્રીના આદેશ અનુસાર, મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સમગ્ર વહીવટી તંત્ર મેદાનમાં ઉતર્યું છે. આ મેગા ચેકિંગ ઝુંબેશ અંતર્ગત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીની ૭૩ ટીમો દ્વારા ૨૪૩ જેટલી શાળાઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, આઇસીડીએસ (ICDS) વિભાગના ૬૫ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિવિધ આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લઈ તપાસ કરવામાં આવી હતી. આ કામગીરીમાં જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રીની કચેરીના અધિકારીઓ, પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, તમામ પ્રાંત કચેરીઓ અને મામલતદાર કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ જોડાયા હતા અને તેઓ દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓ અને આંગણવાડીઓની મુલાકાત લઈ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી છે.

આ ઝુંબેશ અંતર્ગત, બાળકોને શાળાઓ અને આંગણવાડીઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજન અને પોષક આહારની ગુણવત્તાની કડક ચકાસણી કરવામાં આવી હતી. ભોજન રાંધવાની જગ્યા, પીવાના પાણીની વ્યવસ્થા, રસોડાની સાફસફાઈ અને આસપાસના પરિસરમાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

GBS જેવા રોગો અને અન્ય જળજન્ય કે આહારજન્ય સંક્રમણને અટકાવવા માટે વ્યક્તિગત અને સંસ્થાકીય સ્વચ્છતા તેમજ શુદ્ધ આહાર અત્યંત આવશ્યક છે. આ બાબતને ગંભીરતાથી લઈ, તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા શાળાના આચાર્યો, શિક્ષકો અને આંગણવાડી સંચાલકોને સ્વચ્છતા અંગે પૂરતી તકેદારી રાખવા અને બાળકોના સ્વાસ્થ્ય બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!