GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં યુવા વક્તાઓને લોકોએ રસપૂર્વક માણ્યા

MORBI મોરબી ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં યુવા વક્તાઓને લોકોએ રસપૂર્વક માણ્યા

યુવા વક્તાઓને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અવસર આપવાના ઉદ્દેશ્યથી ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીના સંસ્કાર બ્લડ બેંક હોલ મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક માનનીય ડો જયંતિભાઈ ભાડેસીઆએ આયોજકોના વિચાર અને વક્તાઓના વિષય અને પ્રસ્તુતિને બિરદાવી હતી. સાથે તેમણે ઉમેર્યુ હતુ કે “ક્યારેય પોતાના મૂળ ન ભૂલો આપણે ક્યાંથી આવ્યા છીએ અને આપણી સંસ્કૃતિ શું છે તે હંમેશા યાદ રાખવું.હંમેશા વિદ્યાર્થી બની રહો શીખવાની કોઈ ઉંમર નથી હોતી. હંમેશા જિજ્ઞાસુ બનો. જે દિવસે શીખવાનું બંધ થઈ જશે, એ દિવસે આપણો માનસિક વિકાસ અટકી જશે.સમર્પણભાવ સાથે સાતત્યપૂર્ણ રીતે તમે જે પણ ક્ષેત્રમાં હોવ કે નાનું-મોટું કામ કરો, તેમાં મગજ, હૃદય અને હાથ—એટલે કે સંપૂર્ણ બુદ્ધિ, ભાવના અને પરિશ્રમ લગાવીને કાર્ય કરો.”

 

આ કાર્યક્રમમાં વક્તા તરીકે CA, MBBS, BTech, શિક્ષક વગેરે વ્યવસાય સાથે સંકળાયેલા વિસ્મય ત્રિવેદી, રાહુલ જીંજુવાડિયા, દિશા ધામેચા બંસી મીરાણી, ભવ્ય બોપલિયા, વિધિ પંડ્યા, અંશ ચાવડા, અવની વાઢેર, જીજ્ઞેશ બારૈયા, મુગ્ધરાજસિંહ ઝાલા તથા કાવ્યન કાલરીયાએ પોતાની આગવી શૈલીમાં વિવિધ વિષયો પર વકતવ્ય આપ્યું હતુ. તમામ વક્તાઓને સન્માન સ્મૃતિ તથા પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે વિચાર મંચના અધ્યક્ષ દિલિપભાઈ સુરાણી, મંત્રી પાર્થભાઈ શેરશિયા, ઉપાધ્યક્ષ જશવંતભાઈ મીરાણી, સહમંત્રી શૈલેષભાઈ કાલરીયા, મિલનભાઈ પૈડા, ચિરાગભાઈ આદ્રોજા, મનીષભાઈ જાની, ઉમેશભાઈ પટેલ, જય પંડ્યા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, ડો સુનિલ સંઘાણી સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન તીર્થ ત્રિવેદી તથા રવિભાઈ ઝાલાએ કર્યુ હતું. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પ્રબુદ્ધજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને બિરદાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!