ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ – ૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમતોમાં છીટાદરા શાળાના ખેલાડીઓની શાનદાર સિદ્ધિ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – ૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમતોમાં છીટાદરા શાળાના ખેલાડીઓની શાનદાર સિદ્ધિ

એથ્લેટિક્સ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં મેઘરજ તાલુકાના છીટાદરા ગામની શ્રી છીટાદરા ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે.જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાળાના ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાનદાર સફળતા મેળવી હતી.

અંડર-૧૪ કેટેગરીમાં ખરાડી પિનલ આર. એ લાંબી કૂદમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.અંડર-૧૭ કેટેગરીમાં અસારી રોશની એચ. એ લાંબી કૂદમાં પ્રથમ સ્થાન તેમજ ૨૦૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. જ્યારે મનાત હિરલ યુ. એ ૪૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું.અંડર-૧૯ કેટેગરીમાં પારગી એજેલિના જે. એ ૮૦૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઉપરાંત અંડર-૧૯ કેટેગરીમાં બરંડા મૌલિક એલ. એ ઊંચી કૂદમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ખરાડી પ્રકાશ એમ. એ ૪૦૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન તથા લાંબી કૂદમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ડામોર કરણ જે. એ બરછી ફેંકમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું અને ખરાડી યાગવિક એ. એ ૧૦૦ મીટર દોડમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, શિક્ષકો અને વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. સફળ ખેલાડીઓને અભિનંદન પાઠવી આગામી કક્ષાની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!