કલેક્ટરશ્રી દ્વારા વિવિધ વિભાગોના પડતર પ્રશ્નોની સમીક્ષા કરી સત્વરે નિકાલ લાવવા તાકીદ કરાઈ

મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિ ભાગ – ૨ ની બેઠક યોજાઇ
***
રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર
કલેક્ટરશ્રી દ્વારા વિવિધ વિભાગોના પડતર પ્રશ્નોની સમીક્ષા કરી સત્વરે નિકાલ લાવવા તાકીદ કરાઈ
**
મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિ ભાગ – ૨ ની બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોમાં અરજદારની અરજીઓની નિકાલની લગતા પડતર પ્રશ્નો, પેન્શન કેસ તેમજ ખાતાકીય તપાસના પડતર કેસોનો સત્વરે અને હકારાત્મક નિકાલ લાવવા તમામ વિભાગીય વડાઓને તાકીદ કરી હતી.
આ ઉપરાંત, જિલ્લાના વિકાસ કાર્યોમાં જ્યાં બે કે તેથી વધુ વિભાગોની સંયુક્ત કામગીરી જરૂરી હોય, ત્યાં તમામ વિભાગોને પરસ્પર સીધું સંકલન જાળવી અડચણો દૂર કરવા અને કામગીરીને વેગ આપવા સૂચના આપવામાં આવી હતી. સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને કોઈ પણ પાત્રતા ધરાવતો લાભાર્થી વંચિત ન રહે તે માટે તમામ અમલીકરણ અધિકારીઓને પારદર્શક અને પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા પર કલેક્ટરશ્રીએ ખાસ ભાર મૂક્યો હતો.
જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, જિલ્લા પોલીસ વડાશ્રી સફીન હસન, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી વી લટા, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કલેક્ટરશ્રી દ્વારા વિવિધ વિભાગોના પડતર પ્રશ્નોની સમીક્ષા કરી સત્વરે નિકાલ લાવવા તાકીદ કરાઈ

