
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભિલોડા – ભેટાલી ઢાળ પર અકસ્માત, નાયબ માહિતી અધિકારીએ ઘાયલને પોતાની કારમાં હોસ્પિટલ પહોંચાડ્યો
ભિલોડા તાલુકાના ભેટાલી ઢાળ પર અકસ્માતની ઘટના સામે આવી છે. ભિલોડાથી ડોડીસરા તરફ જઈ રહેલા બાઈક ચાલકના માર્ગમાં અચાનક શ્વાન આવી જતા બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો

અકસ્મતમાં બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત સમયે અરવલ્લી જિલ્લાના નાયબ માહિતી અધિકારી રેશમા નિનામા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે માનવતાભર્યું વલણ દાખવી તાત્કાલિક પોતાની કારમાં ઘાયલ વ્યક્તિને બેસાડી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવતા ઘાયલને તાત્કાલિક સારવાર મળી હતી અને ગંભીર ઈજાઓ વચ્ચે તેનો આબાદ બચાવ થયો હતો. રેશમા નિનામાની સમયસરની મદદથી ઘાયલને સારવાર મળતા સ્થાનિકોમાં પણ તેમની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.



