KHERGAMNAVSARI

ખેરગામમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સૂચના અનુસાર ખેરગામ તાલુકામાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તા. 25 ઓગસ્ટ, 2026ના રોજ જનતા માધ્યમિક શાળા, ખેરગામથી દશેરા ટેકરી સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી.તાલુકા કક્ષાની સંસ્કૃત સપ્તાહ અમલીકરણ સમિતિના ઉપાધ્યક્ષ મામલતદાર વિજયભાઈ સી. પટેલ, તાલુકા વિકાસ અધિકારી પ્રકાશભાઈ પટેલ તથા સભ્ય સચિવ મનીષભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ યાત્રાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના કેળવવાનો હતો. સંસ્કૃત ગૌરવ યાત્રામાં જિલ્લા પંચાયત સભ્ય મોહિનીબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય હેતલબેન આહીર, તાલુકા પંચાયત પ્રમુખ હંસાબેન દેસાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ પટેલ, કારોબારી સમિતિ અધ્યક્ષ જીજ્ઞાબેન પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી વિજયભાઈ રાઠોડ, ખેરગામના ઉપસરપંચ જીગ્નેશભાઈ પટેલ, પૂર્વ સરપંચ કાર્તિકભાઈ પટેલ, ગ્રામ પંચાયત સભ્ય નિશાંતભાઈ પરમાર, તાલુકા પ્રાથમિક અધિકારી મનીષભાઈ પરમાર તથા શ્રી જનતા કેળવણી મંડળના ચેરમેન પ્રશાંતભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જનતા માધ્યમિક શાળાના આચાર્ય ચેતન કે. પટેલ, શિક્ષકગણ અને આશરે 550 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાયા હતા. યાત્રા દરમિયાન સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરતા સંદેશાઓ સાથે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!