GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ટપાલ સેવા સંબંધિત ફરિયાદો માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૯ સપ્ટેમ્બરે ‘ડાક અદાલત’ યોજાશે; ૩૧ ઓગસ્ટ સુધી અરજીઓ સ્વીકારાશે

તા.૨૫/૮/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ટપાલ સેવાઓ સંબંધિત ફરિયાદો અને સમસ્યાઓના નિવારણ માટે માસિક ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૬ના મહિના માટેની પ્રાદેશિક ડાક અદાલત ૦૯ સપ્ટેમ્બરના રોજ બપોરે ૩:૩૦ કલાકથી પોસ્ટમાસ્ટર જનરલની કચેરી, રાજકોટ રીજીયન, ત્રીજો માળ, હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, રાજકોટ – ૩૬૦૦૦૧ ખાતે યોજાશે.

અરજદારો ટપાલ સેવાઓને લગતી ફરિયાદો જરૂરી આધાર-પુરાવા સાથે સ્પીડ પોસ્ટથી અથવા રૂબરૂમાં શ્રી બી. એન. પટેલ, મદદનીશ નિયામક ટપાલ સેવાઓ (૧), પોસ્ટમાસ્ટર જનરલની કચેરી, રાજકોટ રીજીયન, ત્રીજો માળ, હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, રાજકોટ-૩૬૦૦૦૧ ખાતે મોકલી શકે છે. આ ઉપરાંત, ફરિયાદો ઈમેઈલ દ્વારા complaintrorajkot@indiapost.gov.in પર પણ મોકલી શકાશે. અરજદારને લોક અદાલતમાં વ્યક્તિગત સાંભળવા આવશે.

લોકો તા. ૩૧.૦૮.૨૦૨૬ સુધી ડાક અદાલતમાં વિચારણા અર્થે ફરિયાદો મોકલી શકાશે. આ તારીખ પછી મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જે ગ્રાહકો રૂબરૂ ઉપસ્થિત રહી શકે તેમ ન હોય, તેઓ નિયત વ્યવસ્થા મુજબ પોતાની નજીકની હેડ પોસ્ટ ઓફિસમાંથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પણ ભાગ લઈ શકશે.

સામાન્ય પ્રકારની અથવા નીતિ વિષયક ફરિયાદો આ ડાક અદાલતમાં ધ્યાને લેવાશે નહીં. આ ઉપરાંત, દરેક અરજીમાં માત્ર એક જ વિષય કે મુદ્દા અંગેની ટૂંકી તથા સ્પષ્ટ રજૂઆત હોવી જરૂરી છે, તેમ શ્રી બી. એન. પટેલ, મદદનીશ નિયામક ટપાલ સેવાઓ (૧), પોસ્ટમાસ્ટર જનરલની કચેરી, રાજકોટ રીજીયનની યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અદાલતનો મુખ્ય હેતુ જનતાના પ્રશ્નોને રૂબરૂ સાંભળીને તેમની ટપાલ સેવાઓ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે.

Back to top button
error: Content is protected !!