BANASKANTHAGUJARATKANKREJ

BAPS સત્સંગ મંડળ દ્વારા ત્રિ-દીવસીય સત્સંગ પારાયણમાં થરા નગર ઉમટ્યું.

BAPS સત્સંગ મંડળ દ્વારા ત્રિ-દીવસીય સત્સંગ પારાયણમાં થરા નગર ઉમટ્યું.

BAPS સત્સંગ મંડળ દ્વારા ત્રિ-દીવસીય સત્સંગ પારાયણમાં થરા નગર ઉમટ્યું.

ઓગડ તાલુકા મુખ્ય મથક થરા ખાતે આવેલ પંડિત દીન દયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં 24/25/ 26 એમ ત્રણ દિવસ સુધી બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા સત્સંગ મંડળ દ્વારા જીવન જીવવાની કળા આધારિત ત્રિ-દિવસય સત્સંગ પારાયણ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પૂજ્ય નિષ્કામ હૃદયદાસ સ્વામી તથા પૂજ્ય કેશવ તીર્થ દાસ સ્વામીના સ્વમુખે સત્સંગ પારાયણ યોજાયેલ.પૂજ્ય સ્વામીએ જય નારાયણ સાઉન્ડના સથવારે આધ્યાત્મિક્તા અને જીવન મૂલ્યો દ્વારા સાચા સુખ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ભગવાન અને સંતનો આશ્રય, સદ્ગુણો તથા જીવનથી આંતરિક શાંતિ અને સંતોષ કેવી રીતે મેળવી શકાય તે સમજાવવામાં આવ્યું હતું. ભૌતિક વિકાસ છતાં વધતી આંતરિક અશાંતિ વચ્ચે શાશ્વત સુખનો આધ્યાત્મિક માર્ગ સમજાવાયો હતો.આ પ્રસંગે થરા સ્ટેટમાજી રાજવી એવમ પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,ચીફ ઓફિસર બાબુભાઈ જોષી, નિવૃત મામલતદાર તેજાભાઈ ચૌધરી,લોકસાહિત્યકાર દીપકભાઈ જોષી,ઓગડ વિદ્યા મંદિરના શિક્ષક અશોકભાઈ પઢીયાર, નિરંજનભાઈ ઠક્કર,કોર્પોરેટર રઘુભાઈ મકવાણા,ભુપતભાઈ ગોહિલ,હરિભાઈ સોની, દિનેશભાઈ સોની સહીત વિશાળ સંખ્યામાં તાણાં-થરા નગરજનો ઉપસ્થિત રહી સત્સંગ પારાયણનો લાભ લીધો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન સાગર ગોહિલ જયારે સ્ટેજ સંચાલન લાલાભાઈ ભાટી એ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!