નવસારી LCBની ટીમે દોઢ વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશનના વોન્ટેડ આરોપીને સેલવાસથી ઝડપી પાડ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે સેલવાસ ખાતેથી ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી માટે નવસારી રૂરલ પોલીસને સોંપ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ, સુરત વિભાગ તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, IPSની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB PI વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત સહિતની ટીમે ખાનગી બાતમીદારોને સક્રિય કરી વોચ અને તપાસ હાથ ધરી હતી.
દરમિયાન LCBના પોલીસ કર્મચારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી અમિતકુમાર સુધીર ઠાકુર (ઉંમર 23 વર્ષ) હાલ સેલવાસ ખાતે હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે પોલીસ ટીમે સેલવાસ ખાતે પહોંચી વોચ ગોઠવી હતી.
પોલીસની તપાસ દરમિયાન બાતમીવાળી જગ્યાએથી આરોપી અમિતકુમાર સુધીર ઠાકુર મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને કબજામાં લઈ વધુ કાયદેસરની કાર્યવાહી માટે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.
પોલીસ રેકોર્ડ મુજબ આરોપી વિરુદ્ધ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116(B), 98(2) અને 81 હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું જણાવાયું છે.
આ કામગીરીમાં PI વી.જે. જાડેજા, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત, અ.હે.કો. ઘુઘાભાઈ દિનેશભાઈ, આ.હે.કો. સંદીપભાઈ પીઠાભાઈ, અ.પો.કો. દેવદીપસિંહ જગદીશસિંહ તથા અ.પો.કો. સેંધાભાઈ હીરાજી સહિત LCB નવસારીની ટીમ જોડાઈ હતી.


