ARAVALLIBAYADGUJARATMODASA

બાયડના વિનાયક ગેસ્ટ હાઉસમાં SOGનો દરોડો, કથિત દેહવેપારનો પર્દાફાશ ,મેનેજર સહિત બે શખ્સો ઝડપાયા, બે યુવતીઓ મળી આવતાં ચકચાર

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

બાયડના વિનાયક ગેસ્ટ હાઉસમાં SOGનો દરોડો, કથિત દેહવેપારનો પર્દાફાશ ,મેનેજર સહિત બે શખ્સો ઝડપાયા, બે યુવતીઓ મળી આવતાં ચકચાર

અરવલ્લી જિલ્લામાં ગેસ્ટ હાઉસ અને મસાજ પાર્લરની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહવેપાર સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અરવલ્લી SOGની ટીમે બાયડ શહેરમાં આવેલા વિનાયક ગેસ્ટ હાઉસમાં દરોડો પાડી કથિત દેહવેપારના વેપલાનો પર્દાફાશ કર્યો હતો.બાયડ શહેરના પાવન પ્લાઝા કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલા વિનાયક ગેસ્ટ હાઉસમાં બહારથી યુવતીઓને બોલાવી દેહવેપાર કરાવવામાં આવતો હોવાની બાતમી SOGને મળી હતી. બાતમીના આધારે SOG PI પ્રકાશ ચૌધરી અને તેમની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો

પોલીસે ગેસ્ટ હાઉસના રૂમોની તપાસ કરતાં બે યુવતીઓ મળી આવી હતી. સમગ્ર મામલે પોલીસે ગેસ્ટ હાઉસના મેનેજર જયપાલસિંહ પરાક્રમસિંહ પુવાર, રહે. કડાણા, મહીસાગર અને ગેસ્ટ હાઉસમાં નોકરી કરતા ભંવરસિંહ માધુસિંહ રાવ, રહે. ભાટોલી, ડુંગરપુર, રાજસ્થાનને ઝડપી લીધા હતા.પોલીસ તપાસમાં મેનેજર ગ્રાહકો પાસેથી રૂ.1,000 લેતો અને તેમાંથી રૂ.500 યુવતીઓને આપતો હોવાની વિગતો સામે આવી હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે પોલીસે ગેસ્ટ હાઉસના માલિક ભંવરસિંહ, રહે. ડુંગરપુર, રાજસ્થાન સામે પણ ગુનો નોંધ્યો છે અને તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

ગ્રાહકો ઝડપાયા કે નહીં..? ચર્ચાએ જોર પકડ્યું

SOGની કાર્યવાહી દરમિયાન ગેસ્ટ હાઉસમાંથી બે યુવતીઓ મળી આવી હતી, જોકે રેડ દરમિયાન ગ્રાહકો ઝડપાયા કે નહીં તે મુદ્દે સ્થાનિક વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે. પોલીસની કાર્યવાહી બાદ પાવન પ્લાઝા કોમ્પ્લેક્ષ બહાર લોકોના ટોળા પણ એકઠા થયા હતા.

અરવલ્લી SOG દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે બાયડ શહેર તેમજ હાઇવે વિસ્તારમાં આવેલા કેટલાક ગેસ્ટ હાઉસ અને હોટલોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે અન્ય સ્થળોએ આવી પ્રવૃત્તિ અંગેના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.સમગ્ર કેસમાં SOG પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!