હાલોલ:૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે બિનવારસી વૃદ્ધા બહેનને આશ્રય અપાવ્યો.

રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ
તા.૨૭.૮.૨૦૨૬
હાલોલ ખાતે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમને એક અસહાય અને બિનવારસી હાલતમાં મળી આવેલ વૃદ્ધા મહિલાને સુરક્ષિત રીતે આશ્રય સ્થાને પહોંચાડી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.ગુજરાત સરકાર અને GVK EMRI દ્વારા કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન રાજ્યભરમાં મુશ્કેલીમાં મુકાયેલી, હિંસાથી પીડિત કે અસહાય મહિલાઓને ૨૪x૭ તાત્કાલિક સુરક્ષા, કાઉન્સિલિંગ અને મદદ પૂરી પાડવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરી રહી છે. કોઈપણ પ્રકારની ઈમરજન્સી કે માનસિક/શારીરિક સમસ્યા સમયે ૧૮૧ની ટીમ ઘટનાસ્થળે પહોંચીને મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે.આ કામગીરી શૃંખલા અંતર્ગત હાલોલ ખાતેથી એક અસહાય અને બિનવારસી હાલતમાં મળી આવેલ વયોવૃદ્ધ બહેનને ૧૮૧ ની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા છે.૧૮૧ મહિલા હેલ્પલાઈન પર કૉલ દ્વારા માહિતી મળતા જ ૧૮૧ અભયમની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી.ત્યાં બિનવારસી સ્થિતિમાં મળી આવેલ બહેનનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ અને કાઉન્સિલિંગ દરમિયાન બહેન પોતાનું નામ કે સરનામું યોગ્ય રીતે જણાવી શકવાની સ્થિતિમાં ન હોવાથી, તેમની સુરક્ષા અને દેખરેખને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે.







