GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:સન ફાર્મા ધ્વારા નવ નિર્મિત નવીન વોટર ATM નુ લોકાર્પણ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે કરાયું 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૭.૮.૨૦૨૬

હાલોલ તાલુકાના બિલિયાપુરા ગામે સન ફાર્મા ધ્વારા ગ્રામજનો માટે શુદ્ધ પીવાના પાણી ની સુવિધા મળી રહે તે અર્થે નવીન વોટર ATM બનાવવા માં આવ્યું છે.જેનું ઉદઘાટન હાલોલ વિધાન સભાના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતુ.સન ફાર્મા ના આ લોક ઉપયોગી કાર્ય માટે જયદ્રથ સિંહજી પરમાર ધ્વારા અને અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ પતિકભાઈ પંડ્યા સી. એસ.આર વિભાગ સન ફાર્મા ને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આ ઉપરાંત સન ફાર્મા ધ્વારા એસ આર વિભાગ હેઠળ પાયા ની તમામ જરૂરિયાતોને ધ્યાન માં રાખી ઉત્તમ કાર્યો થઈ રહ્યા છે આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ મહેન્દ્રભાઈ , ગ્રામ પંચાયત સરપંચ,પંચાયતના તલાટી અક્ષત પટેલ તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!