GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:બાસ્કા ગામ ખાતે પયગમ્બર મોહમ્મદ સાહેબના જન્મ દિવસ નિમિતે ઇદ એ મિલાદુન્નબીની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૭.૮.૨૦૨૬

વિશ્ર્વ ભર મા બુધવારના રોજ ઇદે મિલાદુન્નબી ના પાવન પર્વને લઈને ઠેર-ઠેર ભવ્ય જૂલૂશ શોભામય અને ભક્તિમય માહોલ માં આન બાન અને શાન થી નિકળેલ,જેને લઈને હાલોલ તાલુકાના બાસ્કા ગામ ના મુસ્લિમ બિરાદરો જેમા ખાસ અઝિમી યંગ સર્કલ કમિટી તથા ગૌષુદ્દીન રિફાઈ કમિટી ના સુંદર આયોજન કરાયુ હતુ જેમા દર વર્ષ ની તુલના માં આ વર્ષે ભવ્ય જૂલૂસ યોજાયું હતું,મુસ્લિમ બિરાદરો વિભિન્ન પ્રકાર ના જભ્ભા-કુર્તા તો કોઇ અરબિ જભ્ભા પહેરી ને પોતાના ધરોમાથી નિકળી ને આ જુલૂસ મા જોડાયા હતા, નાના નાના ભૂલકાઓ મોઢે ચાંદ તારા ના સ્ટિકરો લગાડી અને હાથ મા ઇસ્લામિક ઝંડા લઇને લહેરાવી રહ્યા હતા જ્યારે બાસ્કા ગામ ના ગલી કુંચા પત્તિ પત્તિ ફૂલ ફુલ યા રસુલ યા રસુલ, દેખો દેખો કોન આયા આમેના કા લાલ આયા ના નાદ થી ગુંજી ઉઠવા પામી હતી, અને આ ઝૂલુસ નક્કી કરેલા રૂટ પ્રમાણે હાલોલ પોલીસ ના બંદોબસ્ત અને તેઓની છત્ર છાયા નીચે જનતા કોલોની મા થી નિકળી ટેકરા ફળિયુ, ત્યાંથી બાસ્કા ના મૈન બજાર મા અને પછી ઇકરા કોલોની, અને ત્યાંથી પરત આવી ને રહેમત પાર્ક રહીને રાણાવાસ, અને ત્યારબાદ મસ્જિદ એ નુરાની થઇને નવી નગરી સુધી પહોંચેલ, અને ત્યાંથી નિકળ ને અંતે જમણવાળી સુધી આવી ને સમાપન કરવામા આવ્યુ, આખરે સલાતો સલામ પડવાની હોય તેના અડધા એક કલાક સુધી અઝીમી યંગ સર્કલ કમિટી તથા ગૌષુદ્દીન રિફાઈ કમિટી દ્વારા હાલોલ DYSP વી. જે.રાઠોડ,પંચમહાલ જિલ્લા LCB પીઆઈ એ.બી.વોહરા,હાલોલ રૂરલ પીઆઇ વી.એચ.જાડેજા સહિત પોલીસ સ્ટાફ ને પુષ્પગુછ્ અને અલગ અલગ સ્વતંત્ર સેનાનીઓની ફોટોગ્રાફ અર્પણ કરીને સ્વાગત કાર્યક્રમ કરેલ અને ત્યારબાદ લોકો એ ઉભા થઇ ને આકા ની શાન મા સલાતો સલામ અને ફાતેહાખ્વાની પઢી હતી અને આખરે સર્વ ધર્મ સંભાવ અને ભાઇચારગી ની દુવાઓ કરવામા આવી હતી ત્યારબાદ તમામ બાસ્કા વાસીઓ અને અસપાસ ના ગામે થી મહેમાન તરીકે આવેલ તમામ લોકોએ નિયાઝ (પ્રસાદી) નો લાહ્વો લીધો હતો.

Back to top button
error: Content is protected !!