MORBI:મોરબીના વિશીપરામાં જાહેર જુગાર રમતા ૭ ઇસમો ઝડપાયા




MORBI:મોરબીના વિશીપરામાં જાહેર જુગાર રમતા ૭ ઇસમો ઝડપાયા

શહેરના વિશીપરા વિસ્તારમાં રોહિદાસપરા મેઈન રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન રોહિદાસપરા મેઈન રોડ પર કેટલાક ઈસમો જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી સ્થળ પરથી જુગાર રમતા સાત શખ્સોને આબાદ ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ:ભાવેશભાઈ મનસુખભાઈ મકવાણા ,તુલશીભાઇ છગનભાઇ ચૌહાણ,જીજ્ઞેશભાઈ મનસુખભાઈ મકવાણા ,આકાશભાઇ દિનેશભાઇ બોસીયા ,સુમીતભાઈ જેન્તીભાઈ સારેસા,કિશોરભાઈ બાબુભાઈ જાવદ ,દિપકભાઇ રવજીભાઇ ચૌહાણ (તમામ રહે. રોહીદાસપરા મેઇન રોડ, વીશીપરા, મોરબી)
પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા ૧૬,૬૫૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


