GUJARATMORBIMORBI CITY / TALUKO

JAMNAGAR:રાજકોટ રેન્જ પોલીસ ટીમ દ્વારા જામનગરના નાધુના ગામ પાસે જુગારધામ પર દરોડો: ૭ ઈસમો ઝડપાયા 

 

JAMNAGAR:રાજકોટ રેન્જ પોલીસ ટીમ દ્વારા જામનગરના નાધુના ગામ પાસે જુગારધામ પર દરોડો: ૭ ઈસમો ઝડપાયા

 

રાજકોટ રેન્જ પોલીસ ટીમે જામનગર જિલ્લાના પંચકોષી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા, મોબાઇલ અને મોટરસાયકલ સહિત કુલ ₹૪,૬૧,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (IPS) નિર્લિપ્ત રાય દ્વારા પ્રોહિબીશન અને જુગારની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવાની આપેલી સૂચના મુજબ આ કામગીરી કરવામાં આવી હતી. રાજકોટ રેન્જના પો.ઇન્સ. અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એ.વાય. ઉધાસ અને તેમની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બાતમી મેળવી હતી.

બાતમીના આધારે પોલીસે નાધુના ગામ નજીક આવેલા ‘અંધારાવાળા છોલાના પુલ’ નીચે દરોડો પાડ્યો હતો, જ્યાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ૭ ઇસમો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

ઝડપાયેલા આરોપીઓ૧. હસમુખભાઇ હેમંતભાઇ અકબરી (રહે. નાધુના) ૨. ગૌતમભાઇ મનસુખભાઇ વેકરીયા (રહે. જ્યોતીપાર્ક, જામનગર) ૩. ભાવેશ ચનાભાઇ પ્રાગડા (રહે. ઠેબા) ૪. ઝલક નંદલાલ મોરડ (રહે. પુષ્કરધામ, લાલપુર બાયપાસ, જામનગર) ૫. જસ્મીનભાઇ અમૃતભાઇ સોરઠીયા (રહે. રઘુવીરપાર્ક, જામનગર) ૬. રાજેશ અરજણભાઇ અકબરી (રહે. નાધુના) ૭. ચિરાગ કેશુભાઇ વાડોદરીયા (રહે. અશોકવાટીકા, જામનગર) કુલ જપ્ત કરાયેલ મુદ્દામાલ (રૂ. ૪,૬૧,૦૦૦/-) રોકડ રકમ: ₹૧,૯૧,૦૦૦/- મોબાઇલ ફોન: ૭ નંગ ,મોટરસાયકલ: ૪ નંગ ઝડપાયેલા તમામ ૭ આરોપીઓ વિરુદ્ધ જામનગરના પંચકોષી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!