
વિજાપુર બી.આર.સી. ભવન ખાતે શ્રેષ્ઠા જી પ્રોજેક્ટ ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ અંતર્ગત એડોલસેન્ટ હેલ્થ અંગેની તાલીમ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
શ્રેષ્ઠા જી પ્રોજેક્ટ હેઠળ ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ અંતર્ગત એડોલસેન્ટ હેલ્થ અંગેની તાલીમ વિજાપુર બી.આર.સી. ભવન ખાતે યોજાઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રવીણ પટેલ તથા આર.સી.એચ.ઓ. ડો. વિજય જે. પટેલના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિની અધ્યક્ષતામાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રેષ્ઠા જી પ્રોજેક્ટ અંતર્ગત બે વર્ષ દરમિયાન કુલ 23 મોડ્યુલની 23 થીમ પર દર ત્રણ મહિને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં આરોગ્ય, શિક્ષણ અને આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારબાદ સી.એચ.ઓ., એફ.એચ.ડબલ્યુ., એમ.પી.એચ.ડબલ્યુ., મેલ-ફિમેલ હેલ્થ સુપરવાઈઝર તથા નોડલ શિક્ષકોને તાલીમ આપવામાં આવનાર છે. ત્યારપછી આશા અને આંગણવાડી કાર્યકરોને સબ સેન્ટર કક્ષાએ તાલીમ આવી તાલીમ આપવામા આવનાર છે. બી.આર.સી. ભવન ખાતે યોજાયેલી તાલીમમાં મોડ્યુલ-1, 2 અને 3 અંતર્ગત માસિક મિટિંગ, કિશોરાવસ્થાનો તબક્કો તથા કિશોર-કિશોરીઓ સાથે સંદેશાવ્યવહાર જેવી થીમ પર તાલીમ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, સી.આર.સી., મુખ્ય સેવિકા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર તથા તાલુકા હેલ્થ વિઝિટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બી.આર.સી. ભરતભાઈ દ્વારા તાલીમ માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.


