GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

પોતાના જ ખેતરમાં ખેડૂત અસુરક્ષિત કેમ? ‘વન્યજીવ-કૃષિ સંરક્ષણ નીતિ અમલમાં મૂકવા કૃષિમંત્રી સમક્ષ રજૂઆત

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

Screenshot

જંગલી ભૂંડ-રોઝડાથી પાક બચાવો, સિંહ-દીપડાથી ખેડૂતોને સુરક્ષા આપવા ડો. નિરવ પટેલે કૃષિમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.ગુજરાતના ખેડૂતોને જંગલી ભૂંડ અને નીલગાય (રોઝડા)ના વધતા ત્રાસથી પાક નુકસાન તો બીજી તરફ સિંહ-દીપડા જેવા હિંસક વન્યજીવોના ભયનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ‘રાજ્ય વન્યજીવ-કૃષિ સંરક્ષણ નીતિ’અમલમાં મૂકવાની માંગ સાથે ડો. નિરવ ભુલાભાઇ પટેલે કૃષિમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

રજૂઆતમાં સોલાર ફેન્સિંગ અને ચેઇન-લિંક વાડ માટે ૮૦થી ૯૦% સબસિડી, ગામ કે સીમ સ્તરે સામૂહિક ફેન્સિંગ, વન્યજીવો માટે જંગલમાં પાણી-ઘાસચારાની વ્યવસ્થા અને વન્યજીવ સંઘર્ષના કિસ્સામાં ઝડપી સહાયની માંગ કરાઈ છે.

પાક નુકસાન, પશુ મારણ કે માનવ ઇજા-મૃત્યુના વળતરની પ્રક્રિયા પેપરલેસ કરી ૭ દિવસમાં સીધી બેંક ખાતામાં ચૂકવણી તેમજ વળતરના દરોમાં વધારો કરવાની પણ માંગ કરવામાં આવી છે.

ડો. નિરવ પટેલે જણાવ્યું કે, “ગુજરાતનો ખેડૂત દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. ખેડૂત પોતાના જ ખેતરમાં ભયના ઓથાર હેઠળ જીવશે તો ગ્રામ્ય અર્થતંત્ર પણ જોખમમાં આવશે.”

વન વિભાગ અને કૃષિ વિભાગની સંયુક્ત ‘યુનાઇટેડ ટાસ્ક ફોર્સ’ બનાવી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મિશન મોડમાં કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં નીલગાય અને જંગલી ભૂંડથી પાક નુકસાનની સમસ્યા અગાઉ પણ નોંધાઈ ચૂકી છે.

Back to top button
error: Content is protected !!