IDARSABARKANTHA

ઇડર APMC ખાતે વેપારીઓ ફાયનાન્સરો કામદારો મીડીયા મિત્રો સાથે પોલીસે લોક દરબાર યોજ્યો

ઇડર APMC ખાતે વેપારીઓ ફાયનાન્સરો કામદારો મીડીયા મિત્રો સાથે પોલીસે લોક દરબાર યોજ્યો

ગાંધીનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક
વિશાલકુમાર વાઘેલાએ સાબરકાંઠા જીલ્લામાં ચાઇનીઝ દોરી માંઝા અને તુક્કલ વેચાણ તેમજ
ગેર કાયદેસર વ્યાજ વસુલ કરતા ઇસમો વિરુદ્ધની ફરીયાદોના નિકાલ તેમજ લોક જાગૃતી લાવવા અનુસંધાને ઇડર વિભાગના નાયબ
પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ ની સૂચના આધારે આજરોજ તા.૦૯/૦૧/૨૦૨૩ ને સોમવારના રોજ એ.પી.એમ.સી ઇડરના સભા ખંડમાં ઇડર પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ.ચૌધરી એ ઇડર ટાઉન તેમજ આજુબાજુ વિસ્તારના પતંગ દોરી વેચતા વેપારીઓ તથા સોની કામ કરતા વેપારીઓ શાક
માર્કેટના વેપારી તથા ફેરીયાઓ તથા ઓટો કંસલ્ટના માલીકો તથા વ્યાજે ધીરાણ કરતા વેપારી તથા ફાયનાન્સરો તથા
મજુરી કામ કરતા કામદારો તેમજ મીડીયાના મિત્રો સાથે લોક દરબાર યોજવામાં આવેલ જેમા વ્યાપારીઓ સહીત કુલ ૫૦
જેટલા આગેવાનો તેમજ મીડીયાના મિત્રો હાજર રહેલ અને તમામને ચાઇનીઝ દોરી માંઝા તથા તુક્કલના ઉપયોગ
તેમજ વેચાણ ઉપર નેશનલ ગ્રીન ટિબ્યુનલ દ્વારા પ્રતીબંધ મુકવામાં આવેલ છે તે બાબતે તેમજ ચાઇનીઝ દોરી માંઝા તથા
તુક્કલના ઉપયોગ વ્યક્તિઓ અને પક્ષીઓ માટે ખુબજ જોખમી છે અને તેનો ઉપયોગ કરવો સજા પાત્ર ગુન્હો છે તે બાબતે
હાજર તમામને સમજ આપવામાં આવી તેમજ હાજર રહેલ તમામ સભ્યોને અપિલ કરવામાં આવેલ કે જો આપની પાસે
ચાઇનીઝ દોરી માંઝા અથવા તુક્કલના ઉત્પાદન વેચાણ અને ઉપયોગ કરતા વિષે માહીતી હોય તો પી.આઇ ને રૂબરૂમાં અથવા
મોબાઇલ નંબર ઉપર અથવા ઇડર પોલીસ સ્ટેશના ટેલીફોન નંબર ૦૨૭૭૮ ૨૫૦૦૨૪ તેમજ
પોલીસ કંટ્રોલ રૂમ ૧૦૦ નંબર ઉપર જાણ કરવા તેમજ જે કોઇ વ્યક્તિ જાણ કરશે અથવા માહીતી આપશે તેની ઓળખ ગુપ્ત
રાખવામાં આવશે તે મુજબ સમજ કરવામાં આવી તેમજ આજ સુધી ઇડર પોલીસે ચાઇનીઝ દોરી માંઝા ગે.કા. રાખવા બાબતે
ત્રણ ઇસમો ઉપર કાર્યવાહી કરેલ છે જે માહિતી આપવામાં આવી.
છ આ ઉપરાંત પો.સ્ટે. વિસ્તારમાં ગે.કા. વ્યાજ વસુલતા તેમજ ગે.કા. નાણા ધિરધારની પ્રવૃત્તિ કરતા ઇસમો બાબતે
કોઇપણ જાતની હકીકત હોય તો ઉપરોક્ત જણાવેલ નંબરો ઉપર જાણ કરવા સમજ કરવામાં આવી. તેમજ ગુજરાત
નાણાની ધિરધાર કરનાર બાબત અધિનિયમ ૨૦૧૧ અન્વયે માહીતી આપવામાં આવી તેમજ દરબાર(મિટિંગ) માં હાજર
રહેલ મિડીયા મિત્રોને પણ આ મિટિંગમાં થયેલ ચર્ચાઓ મુજબ જન જાગૃતિ લાવવા આ માહિતી સમાચાર પત્રો તેમજ
ટી.વી. ચેનલો ઉપર પ્રસારીત કરવા સમજ કરી મિટિંગ પુર્ણ કરવામાં આવેલ.

રિપોર્ટ,જયંતિ પરમાર

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!