BOTAD

ગઢડામાં આયુષ મેળો આયુર્વેદ હોમિયોપેથી ક નિદાન સારવાર કેમ્પ તેમજ આયુષ પ્રદર્શનનું આયોજન

ગઢડામાં આયુષ મેળો, આયુર્વેદ હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ તેમજ આયુષ પ્રદર્શનનું આયોજન

આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી આખો દેશ સ્વસ્થ બની શકે: સાંસદશ્રી ભારતીબેન શિયાળ

સાંસદશ્રી અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવ્યા

ગઢડાની એમ.એમ.હાઈસ્કૂલ ખાતે ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષની કચેરી-ગાંધીનગરના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત, આયુર્વેદ શાખા-બોટાદ દ્વારા આયુષ મેળો, આયુર્વેદ હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ તેમજ આયુષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદશ્રી ભારતીબેન શિયાળે આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિથી સારવારનું મહત્વ જણાવતાં કહ્યું હતું કે, આયુર્વેદ એ આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. જો દરેક નાગરિક આ ચિકિત્સા પદ્ધતિ અપનાવે તો આખો દેશ સ્વસ્થ બની શકે. આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, હાલમાં પુષ્કળ પ્રમાણમાં લોકો આયુર્વેદ તરફ વળતા થયા છે. આયુર્વેદના રસ્તે મનુષ્ય નિરોગી રહી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદશ્રી અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પણ પીવડાવ્યા હતાં. આયુષ મેળામાં ઉપસ્થિત લોકોને વિવિધ ઘરગથ્થુ ઔષધિઓનું પ્રદર્શન, વિવિધ રોગોની પરેજીની પત્રિકાઓનું વિતરણ, હોમિયોપેથી અને આયુર્વેદથી સારવારનો પરિચય આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.

રિપોર્ટર દિલીપ.ચાવડા ગઢડા સ્વામીના

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!