BOTADBOTAD CITY / TALUKO

સાળંગપુર મંદિરના વિવાદિત ભીંતચિત્રો 2 દિવસમાં હટાવી દેવાશે : સ્વામીનારાયણ સંપ્રદાય

સાળંગપુરધામમાં હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં મોટો વિવાદ સર્જાયો છે. ત્યારે હવે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે, સંતોનું પ્રતિનીધિ મંડળ સાળંગપુર ખાતે ચર્ચા માટે પહોંચ્યુ હતું. સાળંગપુર મંદિરમાં સાધુઓ અને સ્વામીનારાયણ સંતો વચ્ચે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોઠારી સ્વામી સહિતના સંતો સાથે થયેલી ચર્ચા બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ ભીંતચિત્રો હટાવવા બે દિવસનો સમય માગ્યો હતો. આમ, આ વિવાદિત ભીંતચિત્રો બે દિવસમાં હટાવી દેવાનો નિર્ણય લેવાયો છે. હવે પછી આવી ઘટના નહીં બને તેવું પણ આશ્વાસન અપાયું છે.

અખિલ સંત સમુદાયમાંથી નૌતમ સ્વામીની હકાલપટ્ટી કરવામાં આવી છે. હનુમાનજીનાં અપમાન મામલે નૌતમ સ્વામીની હકાલપટ્ટી કરવામાં આવી છે. નૌતમ સ્વામીને ગુજરાત પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. લખનઉમાં અખિલ ભારતીય સંત સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે કમલ રાવલ ભગવા સેના પ્રમુખે કહ્યું હતુ કે, આ લોકો તો આપણી ગીતા ખોટી પાડશે, દર વખતે માફી ના હોય, આજે પણ સંતો સાથે બેઠાં છીએ, આપણે ભૂલો કરી છે ત્યારે આજે ભોગવવું પડે છે.

સંત સંમેલન દ્વારા હનુમાનજીના અપમાન લઈને મોટો સંકલ્પ કરવામાં આવ્યો છે.  આજે મળેલી બેઠકમાં સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો સંતોએ સંકલ્પ કર્યો છે. સંતોએ એકતા દેખાડી  સ્વામીનારાયણ મંદિરે નહીં જવાનો કર્યો સંકલ્પ કર્યો છે. ઉપરાંત સ્વામીનારાયણના સંતો સાથે સ્ટેજ પર શેર ન કરવાનો સંકલ્પ કર્યો છે. અમદાવાદ ખાતે મળેલી સાધુ-સંતોની બેઠકમાં વિવાદના મુદ્દે મહત્વનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં ભારતી બાપુ પણ હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!