KUTCHMANDAVI

માંડવી તાલુકાના રામપર (વેકરા) ગામની દીકરીએ બાળકવિ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ગામનું નામ રોશન કર્યુ

17-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઇડર ખાતે યોજાયેલ કલા ઉત્સવમાં વિજેતા થઈ નામ રોશન કર્યું

માંડવી કચ્છ :-  માંડવી તાલુકાના રામપર (વેકરા) ગામની દીકરીએ બાળકવિ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ગામનું નામ રોશન કર્યુ છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર (સાબરકાંઠા) આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ તાજેતરમાં યોજાઈ ગયો જેમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી છાત્રોએ ભાગ લીધો હતો અને પોતાની કૃતિઓ રજૂ કરી હતી. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે એવા હેતુસર યોજાયેલ રાજ્યકક્ષાના કલા ઉત્સવમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંડવી તાલુકાના રામપર (વેકરા) ગામે રહેતી અને રામપર કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યા શામજીભાઈ સંજોટ નામની વિદ્યાર્થિનીએ બાળકવિ સ્પર્ધામાં “લહેરાવું તિરંગો” નામની સ્વરચિત કવિતા રજૂ કરી વિજેતા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, વિદ્યા સંજોટે જિલ્લાકક્ષાએ અને ઝોનકક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી કચ્છનું રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરી દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ તેણીએ રામપર ગામ અને શાળાનું તથા કચ્છ જિલ્લાનું નામ રોશન કરવા બદલ માર્ગદર્શક શિક્ષક અનિલભાઈ પ્રજાપતિ, શાળાના આચાર્ય જ્યોત્સનાબેન વરમોરા, ભુજ ડાયટના પ્રાચાર્ય સંજયભાઈ ઠાકર અને સંયોજક સુનિલભાઈ યાદવે અભીનંદન પાઠવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!