BHARUCH

ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર નો પ્રથમ સ્નેહમિલન સમારોહ યોજાયો

ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર નો પ્રથમ સ્નેહમિલન સમારોહ યોજાયો

ભરૂચ જિલ્લા ખાતે વર્લ્ડ વાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર કાર્યરત છે જેમાં દિવ્યાંગ બાળકોને અને અંધજન વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે જેમાં બ્રીલ લીપી , મસાજ, કમ્પ્યુટર ક્લાસ સ્માર્ટ મોબાઈલ ક્લાસ વગેરે શીખવાડવામાં આવે છે બાળકો આત્મનિર્ભર બને એ માટે તમામ બ્લાઈન્ડ વિદ્યાર્થીઓને આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે સાથે સાથે રમતગમતની વાત કરીએ તો અંધજન વિદ્યાર્થીઓને ક્રિકેટ શીખવાડી અને રમાડવામાં આવે છે

છેલ્લા ચાર વર્ષથી કાર્યરત બ્લાઈન્ડ સેન્ટરમાં અત્યાર સુધી 150 થી વધુ વિદ્યાર્થીઓએ એનો લાભ લીધો છે અને ઘણા ખરા વિદ્યાર્થીઓ આત્મ નિર્ભર પણ બન્યા છે અંધજન વિદ્યાર્થીઓને ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે હોસ્ટેલમાં પણ રાખવામાં આવે છે તમામ વિદ્યાર્થીઓને સવારે ચા નાસ્તાથી લઈ બે ટંકનું ભોજન પણ આપવામાં આવે છે તેમ જ નજીકમાં રહેતા વિદ્યાર્થીઓને ઘરેથી લાવવા લઈ જવા માટે નિશુલ્ક વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આજરોજ યોજાયેલ સમારંભમાં તમામ વિદ્યાર્થીઓએ એમને મળેલા લાભ બાબતે વાત કરી હતી આ કાર્યક્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી વસીમ મલેક તેમજ શાળાના પ્રિન્સિપલ જાવિદ પટેલ દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના એસપી ડોક્ટર લીના પાટીલ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ બેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!