MORBIMORBI CITY / TALUKO

મોરબી: બગથળા ગામે સીમમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીના બગથળા ગામની સીમમાં બરવાળાથી ખાખરાળા જતી કેનાલ નજીક જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીની મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં બરવાળાથી ખાખરાળા જતી કેનાલ પાસે બાવળના ઝાડ નીચે ચાર ઈસમો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળાએ સર્વેલન્સ સ્ટાફ સાથે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપીઓ રાજેન્દ્ર બેચરભાઇ આદ્રોજા(પટેલ બગથળા), ભાવેશ બાલુભાઇ સિતાપરા( પટેલ મહેન્દ્રનગર), હેમુ દેવજીભાઇ ચાવડા (બગથળા )અને શૈલેષ સવજીભાઇ વડનગર( પટેલ બગથળા)ને જુગાર રમતા ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂપિયા.૧,૨૦,૦૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!