ARAVALLIMEGHRAJ

અરવલ્લી : મોડાસા (વલ્લી ) થી રેલ્લાંવાડા હિંમતપુર રસ્તાનું નવિનીકરણ કરવા બાબત આવેદનપત્ર આપ્યું, ચાર દિવસમાં કામ ચાલુ નઈ થાય તો રસ્તો રોકો આંદોલન ની ચીમકી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા (વલ્લી ) થી રેલ્લાંવાડા હિંમતપુર રસ્તાનું નવિનીકરણ કરવા બાબત આવેદનપત્ર આપ્યું, ચાર દિવસમાં કામ ચાલુ નઈ થાય તો રસ્તો રોકો આંદોલન ની ચીમકી


મોડાસા થી રેલ્લાંવાડા થી હિંમતપુર સુધીનો માર્ગ છેલ્લા કેટલાય સમય થી ખંડિત હાલતમાં છે ઠેળ ઠેળ ખાડોઓ છે છતાં પણ અરવલ્લી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તા નું સમાર કામ પણ કરવામાં આવતું નથી તો પછી નવી રસ્તો બનાવવા ની વાત ત જ કયા રહી તેવી બાબતો ને જોતા હવે આમ જનતા પણ કંટારી છે અને ઝડપથી રસ્તો નઈ બનાવવામાં આવે તો પાચ દિવસની અંદર રસ્તા રોકો આંદોલન ની ચીમકી સાથે અરવલ્લી કેલેકટર ને આવેદન પત્ર આપ્યું છે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના મોડાસા (વલ્લી )થી હિંમતપુર વાયા વાવકંપા-રેલાવાડા રોડ ખુબ જ બિસ્માર હાલતમાં છે.ઠેર-ઠેર ઊંડા ખાડા પડી ગયેલ છે. અનેક વખત રજુઆત કરવા છતાં કોઈજ પરિણામ આવતું નથી ચુંટણી વખતે પણ વાયદા કરવામાં આવતા હતા કે ભાજપની સીટ લાવી ઉમેદવાર જીતાડો નો તાત્કાલિક રસ્તો થઇ જશે પરંતુ સરકાર બનવાને પણ બે માસનો સમય વીતી ગયો પરંતુ કોઈજ હકારાત્મક પરિણામ મળતું નથી હવે આ વિસ્તારની જનતાની સહનશક્તિનો અંત આવી ગયો છે ત્યારે આવેદન પત્રથી સરકારનું ધ્યાન દોર્યું છે અને જો ટૂંક સમયમાં રોડ બાબતે કોઈ જ હકારાત્મક જવાબ કે રસ્તાનું કામ ચાલુ નહિ થાય તો તારીખ ૦૬/૦૨/૨૦૦૨ ને સોમવારના રોજ વાવકંપા ચાર રસ્તા પાસે સવારે ૯:૦૦ કલાકે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉંચારાઈ છે અને વધુમાં જણાવ્યું હતું કે તે સમયે જે કોઇ પરિસ્થિતિનું નિર્માણ થશે તેમાં આમ જનતાની કોઇ જ જવાબદારી રહેશે નહિ તેમ આવેદન પત્રમાં જણાવ્યું હતું ત્યારે આ બાબતે તંત્ર જાગે અને ઝડથી નવીન રસ્તો બનાવે તેવી હાલ માંગ સેવાઈ રહી છે

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!