BANASKANTHAPALANPUR

પાલનપુર ખાતે ધાંણધાર વણકર સમાજનો 19 મો સમૂહ લગ્નોત્સવ યોજાયો.

 .

23 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તેમજ વડગામના વણકર સમાજ દ્રારા ભવ્ય 19મા સમુહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા કુલ 9 દીકરીઓએ પ્રભુતામા પગલા માંડ્યા હતા, જેમા સંતો મહંતો તથા રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા, અને નવયુગલોને આશિષ આપવા હજારોની સંખ્યામા લોકો જોડાયા હતા.પાલનપુર અને વડગામ તાલુકા વણકર સમાજના 19મો સમુહ લગ્ન યોજાયો હતો. આ સમુહ લગ્ન માલણ રોડ પર આવેલ રામપુરા ચોકડી ખાતે આવેલ મેદાનમાં વણકર સમાજના 19માં સમુહ લગ્નનું રવિવારના રોજ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સમાજના દાતા તથા અન્ય સમાજ તરફથી મોટા પ્રમાણમાં રોકડ દાન આપવામાં આવ્યુ હતું. આ પ્રસંગે પાલનપુર અને વડગામ ના ધારાસભ્ય બનાસકાંઠા જિલ્લા કલેકટર તથા સમાજનાં આગેવાનો અને કાર્યકર્તા મોટા પ્રમાણમા ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!