DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

સેવા નો અવિરત ઉદય –સર્વોદય યોજના અંતર્ગત ગામડાઓમાં સહાય

સેવા નો અવિરત ઉદય –સર્વોદય યોજના અંતર્ગત ગામડાઓમાં સહાય

શ્રી ઠક્કર બાપા રત્નાત્મક ટ્રસ્ટ – જામનગર સંચાલિત સર્વોદય યોજના અંતર્ગત ના કાર્યક્રમ માં મહાનુભાવો ઉપસ્થિત

જામનગર ( ભરત ભોગાયતા)

ભારતની સંસ્કૃતિ સેવા અને સદગુણ ને વિશેષ મહત્વ આપે છે તેમાય પૂ. ગાંધીજી અને તેઓના સમકાલીન તેમજ પૂ.બાપુની કંડારેલી કેડી ઉપર ચાલનારા અનેક મહાપુરૂષોએ દૂરના અંતરીયાળ વિસ્તાર કે ગામો ને સેવાના માધ્યમો બનાવ્યા હતા જે સેવાની જ્યો અનેક મહાનુભાવોએ હાલ ઝળહળતી રાખવા માટે ભેખધર્યો છે કેમકે પૂજ્ય મહાત્મા ગાંધીજી એવુ કહેતા કે હિન્દુસ્તાન નો આત્મા ગામડામાં વસે છે
આ કાર્યક્રમ    જે  યોજાયો તે  અંગે એક વાક્યમા એમ પણ કહેવાય કે સેવા નો અવિરત ઉદય –સર્વોદય યોજના અંતર્ગત ગામડાઓમાં સહાય અપાઇ
શ્રી ઠક્કર બાપા રત્નાત્મક ટ્રસ્ટ – જામનગર સંચાલિત સર્વોદય યોજના અંતર્ગત ના આ કાર્યક્રમ માં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

શ્રી ઠક્કર બાપા રત્નાત્મક ટ્રસ્ટ – જામનગર સંચાલિત સર્વોદય યોજના અંતર્ગત પોતાના સેવાક્ષેત્રના ગામડાઓમાં વિનામૂલ્ય છાસ કેન્દ્રોનો પ્રારંભ તથા આંગણવાડી કેન્દ્રો વિધવા બહેનો તથા ખેડૂતોને રોજગાર લક્ષી સાધન વિતરણ નો કાર્યક્રમ રમણીકભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં પ્રતિનિધિઓ તરીકે 180 લાભાર્થીઓ ઉપસ્થિત રહી. 3999 કુટુંબોને સાધન વિતરણનો લાભ આપવામાં આવ્યો. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત ધારાસભ્ય રીવાબા જાડેજા તથા પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે દિપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ હિંમતભાઈ ગોડા, ઉપપ્રમુખ વલ્લભભાઈ, તથા ટ્રસ્ટી ધીરુભાઈ, મંત્રી પરાગભાઈ ત્રિવેદીનું શાબ્દિક સ્વાગત ઠક્કરબાપા રચનાત્મક ટ્રસ્ટના પ્રમુખ કરસનભાઈ ડાંગરે કર્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધન, સંચાલક દોસ્ત મહમદભાઈ બ્લોચે કર્યું હતું અને સૌનો આભાર મંત્રી ચાંદ્રાભાઈએ વ્યકત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટી પાર્થભાઈ પંડયાએ કર્યું હતું.


@___________________

BGB

8758659878

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!