BANASKANTHALAKHANI

લાખણીના એક ગામના ખેતરમાં કામ કરતી એક યુવતીનું અપહરણ કરી 20- 25 દિવસ દુષ્કર્મ કર્યું.

વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી

આગથળા પોલીસમાં ફરિયાદ કરવા છતાંય પણ કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતા ચીમકી

લાખણી તાલુકાના એક ગામમાં ખેતરમાં કામ કરતી 26 વર્ષીય યુવતીનું અપહરણ કરી 20- 25 દિવસ દુષ્કર્મ આચર્યું હતું. સંવેદનશીલ સરકાર અને મહિલા સુરક્ષા ના સરકાર ના દાવા વચ્ચે લાખણી ના કોટડા ગામ ની દીકરી નો પોકાર. મને ન્યાય કોણ અપવાસે ક્યારે સાંભળશે તંત્ર મારી વેદના.

વી.ઓ..આમ તો સરકારે દીકરી બાબતે અનેક કડક કાયદા બનાવ્યા છતાં આરોપી ઘણીવાર છટક બારી શોધી લેતા હોય છે આવી જ ઘટના બની છે લાખણી ના કોટડા ગામે જ્યાં દીકરી ના ફોટા પાડી બ્લેકમેન કરી બળાત્કાર કરી અપહરણ કરી અલગઅલગ જગ્યા એ ગોંધી રાખી ને છેવટે ડીસા છોડી આરોપી ફરાર થયો છે જે વેદના આજે દીકરી ના દિલ માં કાંટા ની જેમ ખૂંચે છે છતાં ન્યાય નથી મળ્યો.

સમગ્ર ઘટના ની વાત કરવામાં આવે તો કોટડા ગામે સેડ બનાવવનો બિઝનેશ કરવા આવેલ જેતાભાઈ ધિરાજી એ જ્યાં કામ કરતા હતા ત્યાં ઘરની દીકરી નાહવા જતા ચોરી છુપી થી ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર કર્યો હતો ત્યારે બાદ શિફ્ટ ગાડી માં રસ્તા વચ્ચે થી દીકરી ને ઉપાડી ને રાજસ્થાન અને અમદાવાદ માં અલગ અલગ જગાએ ગોંધી રાખી ને બળાત્કાર ગુજાર્યો હતો અને દીકરી પાસે સ્ટેમ્પ માં લખાણ પણ કરાવ્યું હતું જો કોઈ ને વાત કરી તો મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી દીકરી ગુમ થયા ની પરિવારે આગથલા મથકે ફરિયાદ પણ નોંધાવી હતી..

આરોપી એ અમદાવાદ થી બસ મારફતે દીકરી ને ડીસા છોડી મુકતા દીકરી એ 181 ની જાણ કરતા 181 ની ટીમે દીકરી ને નારી ગુર્હ માં મોકલતા આગ થલા પોલીસે દીકરી ને પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.

સમગ્ર ઘટના મામલે આગથલા પોલીસ મથકે 6 આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાવેલ હોવા છતાં આરોપી હજુ પણ પોલીસ પકડ થી દુર છે જે દીકરી એ ચિતા વ્યક્ત કરતા કહ્યું કે આરોપી માથાભારે હોવાથી મને ફરી નુકશાન પહોંચાડી શકે એમ છે પણ પોલીસ નક્કર કામગીરી ન કરતા હજુ આરોપી નો ભય સતત માથા પર ભમી રહ્યો છે ત્યારે સરકાર ના દાવા વચ્ચે દીકરી પૂછી રહી છે કે અમને ન્યાય ક્યારે મળશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!