BANASKANTHAPALANPUR

ડીસાના યુવાન તેમજ ઉત્સાહી ટેક્ષ પ્રેક્ટિસનર શ્રી દીલીપભાઈ વકીલની ઉતર ગુજરાત ટેક્ષ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સર્વાનુમતે થયેલ નિમણૂંક 

11 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ ખૂબ સેવાભાવી, કર્મઠ,જાગૃત,યુવાન,ઉત્સાહી એવા ડીસાના ટેક્ષ પ્રેક્ટિસનર શ્રી દીલીપભાઈ બી.ઠકકર-વકીલની ઉતર ગુજરાત ટેક્ષ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે નિમણૂંક થતાં તમામ સ્નેહીજનો તેમજ મિત્ર વર્તુળમાં ખુશીની લાગણી ફેલાઈ છે.તેઓ લીયો કલબ ડીસા તેમજ લોહાણા પ્રગતિ યુવક મંડળ(શ્રી જલારામ સેવા સંકુલ) ડીસાના પ્રમુખ રહી ચૂકયા છે.તેઓ બામરોલી કુળદેવી મંદિર હિંગળાજ માતાજી સંકુલના પ્રમુખ છે.રઘુવંશી દેશી લોહાણા મહાજનમાં ઓડિટર તેમજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસામાં સભ્ય છે.ભારત વિકાસ પરિષદ,હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ ઓલ ગુજરાત ફેડરેશનમાં સેવા આપી રહેલ છે.ડીસા ટેક્ષ બાર એસોસિએશન તેમજ બનાસકાંઠા ટેક્ષ બાર એસોસિએશનમાં તેઓ પ્રમુખ રહી ચૂકયા છે.તેઓ ગુજરાત ટેક્ષ બાર એસોસિએશનમાં પણ ઉપપ્રમુખ છે.શ્રી જલારામ સત્સંગ મંડળના તેઓ આજીવન શુભચિંતક તેમજ હિતચિંતક હોઈ ગુરૂવારે શ્રી અર્જુનકુમાર અરવિંદભાઈ હાલાણીના નિવાસસ્થાને ભજનમાં દીલીપભાઈ વકીલનું સાલ ઓઢાડી દબદબાભેર સન્માન કરાયું હતું.આ અવસરે સર્વ યશવંતશાસ્ત્રીજી મહારાજ,કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,અરવિંદભાઈ હાલાણી,મહેશભાઈ ઉડેચા,નવીનભાઈ પ્રજાપતિ,નટુભાઈ લીંબાચીયા,તારાચંદભાઈ મજેઠીયા,કમલેશભાઈ રાચ્છ,મહેશભાઈ ઉડેચા,આત્મારામભાઈ ઓઢાવાળા,આનંદભાઈ પી.ઠકકર,સુરેશભાઈ વકીલ,દીલીપભાઈ રતાણી,ડો.જગદીશભાઈ ઠકકર,પરેશભાઈ જીવરાણી સહિત અનેક જલારામ ભકતોએ શ્રી દીલીપભાઈ વકીલને સન્માનિત કરી અભિનંદન આપ્યા હતા.શ્રી દીલીપભાઈ વકીલે શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસાને ગૌસેવા હેતુ રૂપિયા 5500/- અર્પણ કરી ગૌમાતાની રક્ષા માટે થતા જલારામ બાપાના ભજનથી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!