HEALTH

ઉતાવળમાં ભોજન કરો છો તો બીમારીઓને મળી શકે છે આમંત્રણ

ભોજન આપણા જીવનનો મહત્વનો ભાગ છે. આ જ તે દવા છે જે આપણને જુદી-જુદી બીમારીઓથી બચવામાં આપણી મદદ કરી શકે છે. હેલ્ધી ફૂડ ખાઈને ઘણી બીમારીઓના જોખમને ઓછુ કરી શકાય છે. જોકે ભોજન કરવાની યોગ્ય રીત વિશે તમને જરૂર ખબર હોવી જોઈએ.

હેલ્ધી ફૂડ ખાઈને ઘણી બીમારીઓના જોખમને ઓછુ કરી શકાય છે. કેટલાક લોકો હંમેશા ઉતાવળમાં રહે છે અને 5-10 મિનિટની અંદર પોતાનું ભોજન પૂરુ કરી લે છે. તમે તમારી આસપાસ એવા ઘણા લોકોને જોયા હશે, જે ખૂબ ઉતાવળમાં ભોજન કરે છે.

શું તમે એ જાણો છો કે ઉતાવળમાં ભોજન કરવાથી તમને ઘણી ગંભીર બીમારીઓ લાગુ થઈ શકે છે અને જરૂરી પોષક તત્વોનો નાશ પણ થઈ શકે છે. ઉતાવળે ભોજન કરનાર લોકો ચાવવા પર ખૂબ ધ્યાન આપતા નથી. તેમનો હેતુ માત્ર પેટ ભરવુ અને ભૂખ શાંત કરવાનો હોય છે જ્યારે ભોજનથી ફાયદા તમને ત્યારે જ સારી રીતે મળી શકશે જ્યારે તમે ચાવવા પર ધ્યાન આપશો.

ભોજનને સારી રીતે ચાવીને ખાવાથી તમે વધુથી વધુ પોષક તત્વોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો. પાચનશક્તિ હેલ્ધી રહેશે અને ભોજન પણ જલ્દી પચશે. જે લોકો ઉતાવળમાં ભોજન જમે છે, તેમનામાં મેદસ્વીપણુ, વજન વધવો, બ્લડ શુગરનું લેવલ વધવુ, ડાયાબિટીસ થવુ અને એનર્જી લોક હોવાનું જોખમ વધી જાય છે. ઉતાવળમાં ખાવાથી એક નુકસાન એ પણ છે કે તમને પેટ ભરાઈ ગયુ હોવાનો સંકેત મોડેથી મળશે એટલે કે જ્યાં સુધી તમને પેટ ભરવાનો સંકેત મળશે ત્યાં સુધી તમે ખૂબ વધુ ભોજન ખાઈ ચૂક્યા હશો.

ભોજનને ધીમે-ધીમે જમવાની ટેવ પાડો. આનાથી પાચન શક્તિ મજબૂત રહેશે. ભોજનથી ભરપૂર પોષણ મળે છે. મેદસ્વીપણુ અને વજન વધવાનું રિસ્ક ઘટી જાય છે અને ડાયાબિટીસ સહિત ઘણા ગંભીર રોગોની સંભાવના પણ ઓછી થઈ જાય છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!