HEALTH

હાઇ બ્લડપ્રેશર અને કૉલેસ્ટ્રોલને કાબૂમાં રાખવામાં મદદ કરે છે લસણ, જાણો 5 ફાયદા

લસણ હૃદય સંબંધિત સમસ્યાઓના જોખમને 16 થી 40% સુધી ઘટાડે છે

ભારત દેશમાં અનેક ઔષધીઓ જોવા મળે છે. તેમાથી કેટલીક ઔષધીઓ તો આપણા ઘરમાંથી મળી જતી હોય છે. તેમાનું એક છે ઔષધીય ગુણોથી ભરપૂર લસણ. જે  ભોજનનો સ્વાદ વધારવામાં મદદ કરે છે અને આરોગ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તેનું રેગ્યુલર સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર અને ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

હાઈ બ્લડ પ્રેશર અને વધેલું કોલેસ્ટ્રોલ હૃદય સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ પેદા કરે છે. આ સમસ્યાઓથી બચવા માટે સંતુલિત આહાર ખૂબ જ જરુરી છે. સારી  જીવનશૈલી, નિયમિત કસરત અને ઘરગથ્થુ ઉપચાર ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આ બંનેને નિયંત્રિત કરવા માટે લસણ (Garlic For Heart Health) ખૂબ લાભદાયી સાબિત થયુ છે.

સામાન્ય રીત આપણે ત્યા ભોજનનો સ્વાદ વધારવા માટે લસણનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હકીકતમાં તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેના સેવનથી હૃદય સંબંધી સમસ્યાઓનું જોખમ ઘટી જાય છે. જો કે, ડોક્ટરની સલાહ વગર તેનું સેવન ન કરવું જોઈએ.

વર્ષ 2020માં લસણ પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, લસણ હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તે હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓના જોખમને 16 થી 40% સુધી ઘટાડી શકે છે. લસણમાં એલીન નામનું એક અનોખું સંયોજન જોવા મળે છે, જે શરીરમાં નાઈટ્રિક ઑક્સાઈડને વધારવાનું કામ કરે છે. તેનાથી રક્તવાહિનીઓમાંથી બ્લડનો ફલો યોગ્ય રીતે ચાલુ રહે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

લસણમાં એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય પોષક તત્વો રહેલા છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદરૂપ થઈ શકે છે. જેના કારણે હૃદયની તંદુરસ્તી સારી રહે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું તે પ્રમાણે, જો લસણનું સતત બે મહિના સુધી સેવન કરવામાં આવે તો ખરાબ કોલેસ્ટ્રોલ 10 ટકા ઓછું થઈ શકે છે.

ભોજનમાં લસણ ખાવાથી બ્લડ સર્કુલેશન સારુ રહે છે, જેના કારણે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. લસણમાં રહેલી એન્ટી-ઈંફ્લેમેટરી ગુણો શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે આ સાથે તે હાઈ બીપીના દર્દી માટે પણ ફાયદાકારક છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!