MAHISAGARSANTRAMPUR

ફૂટબોલ રમતમાં નેશનલ લેવલે નામ રોશન કરતાં મહીસાગરના ધનરાજબામણીયા

જન્મજાત મનો દિવ્યાંગ બાળકે ફૂટબોલ રમતમાં દેશ લેવલે મહીસાગર નું નામ રોશન કર્યું

પ્રેસ નોટ

અમીન કોઠારી:- મહિસાગર

તા.૨/૫/૨૪

“અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી ”

જન્મજાત મનો દિવ્યાંગ બાળક ધનરાજ બામણીયા એ દેશ લેવલે ફૂટબોલ રમતમાં મહીસાગર નું નામ રોશન કર્યું…..


આ કહેવતને ચરિતાર્થ કરતાં મહીસાગર જિલ્લાના એક મનો દિવ્યાંગ વિધાર્થીએ પોતાની શુસુપ્ત શક્તિ વડે સાર્થક કરી છે.

 

 

પ્રાપ્ત થતી વિગતો અનુસાર,
ધનરાજ બામણિયા નામના જન્મજાત મનો દિવ્યાંગ બાળકે પોતાના કોચ શાળાના આચાર્ય,શિક્ષકોની મદદ અને પોતાની યથાગ મહેનત વડે અદભુત સિદ્ધિ હાંસલ કરી શાળા પરિવાર , જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરી હવે ઇન્ટરનેશનલ કક્ષાએ ફૂટબોલ પ્રતિયોગીતામાં રમી દેશનું નામ રોશન કરવા જઈ રહ્યો છે. ત્યારે તે વ્યક્તિ અભિનંદનને પાત્ર બને છે.

 

ધોરણ 10 માં બે ટ્રાયલ અને ત્રીજા પ્રયત્ને પાસ થનાર ધનરાજ બામણિયા ફૂટબોલ મેચમાં જિલ્લા – રાજ્ય લેવલે રમ્યા અને નેશનલ લેવલે ગ્વાલિયર ખાતે રમી ગોલ્ડ મેડલ મેળવી ચુક્યો છે અને ટૂંક સમયમાં તે ઇન્ટરનેશનલ લેવલે પણ રમવા માટે જવાનો છે.

ધનરાજે શાળા પરિવારનું નામ રોશન કરતા સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ લુણાવાડા દ્વારા તેનું આજે ટ્રોફી મોમેન્ટો અને શર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!