જંબુસર તાલુકાનાં સામોજ ગામે આતંક મચાવનાર
કપિરાજ આખરે પાંજરે પુરાયો. લોકોમાં હાશકારો.
જંબુસર તાલુકાનાં સામોજ ગામે છેલ્લાં ઘણાં સમયથી એક કપિરાજ ( વાંદરો ) અવારનવાર માણસો ઉપર હુમલો કરી શારીરિક ઇજાઓ પહોંચાડતો હતો. આશરે એક માસ અગાઉ ગામના ચાર થી પાંચ વ્યક્તિઓને કરડી શારીરિક ઈજાઓ પહોંચાડી હતી. જેથી ગ્રામજનોએ આ કપિરાજના આતંકમાંથી બચવા માટે જંબુસર રેન્જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓને જાણ કરી હતી. જેઓએ સામોજ ગામમાં આતંક મચાવનાર કપિરાજને ( વાંદરાને ) પકડવા માટે ચક્રો ગતિમાન કરી અને જ્યાં આતંક મચાવનાર કપિરાજની અવર-જવર હતી તે વિસ્તારમાં પિંજરું ગોઠવવામાં આવ્યું હતું. અને આ પિંજરું ગોઠવ્યા પછી લાંબા સમય પછી ગામમાં આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાયો હતો. અને તેને જોવા માટે ગ્રામજનોનાં ટોળે – ટોળા ઉમટી પડ્યા હતા. આ વાંદરાને જંગલ ખાતાના અધિકારીઓ લઈ ગયા હતા. યોગ્ય અને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.