GUJARATJAMBUSAR

જંબુસર તાલુકાનાં સામોજ ગામે આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાયો. લોકોમાં હાશકારો.

જંબુસર તાલુકાનાં સામોજ ગામે આતંક મચાવનાર
કપિરાજ આખરે પાંજરે પુરાયો. લોકોમાં હાશકારો.

જંબુસર તાલુકાનાં સામોજ ગામે છેલ્લાં ઘણાં સમયથી એક કપિરાજ ( વાંદરો ) અવારનવાર માણસો ઉપર હુમલો કરી શારીરિક ઇજાઓ પહોંચાડતો હતો. આશરે એક માસ અગાઉ ગામના ચાર થી પાંચ વ્યક્તિઓને કરડી શારીરિક ઈજાઓ પહોંચાડી હતી. જેથી ગ્રામજનોએ આ કપિરાજના આતંકમાંથી બચવા માટે જંબુસર રેન્જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓને જાણ કરી હતી. જેઓએ સામોજ ગામમાં આતંક મચાવનાર કપિરાજને ( વાંદરાને ‌) પકડવા માટે ચક્રો ગતિમાન કરી અને જ્યાં આતંક મચાવનાર કપિરાજની અવર-જવર હતી તે વિસ્તારમાં પિંજરું ગોઠવવામાં આવ્યું હતું. અને આ પિંજરું ગોઠવ્યા પછી લાંબા સમય પછી ગામમાં આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાયો હતો. અને તેને જોવા માટે ગ્રામજનોનાં ટોળે – ટોળા ઉમટી પડ્યા હતા. આ વાંદરાને જંગલ ખાતાના અધિકારીઓ લઈ ગયા હતા. યોગ્ય અને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!