GUJARATMORBITANKARA

ટંકારા તાલુકાના હડમતિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ” શિક્ષક દિવસ” ની ઉજવણી કરવામાં આવી

ટંકારા તાલુકાના હડમતિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ” શિક્ષક દિવસ” ની ઉજવણી કરવામાં આવી

હડમતિયા ગામની કુમાર શાળા,કન્યા તાલુકા શાળા* તેમજ એમ.એમ. ગાંધી વિધાલયમાં “શિક્ષક દિવસ” ની ઉજવણી કરવામાં આવી

શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે. શિક્ષક, વિદ્વાન અને **ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ,* સમગ્ર દેશ શિક્ષક દિવસ તરીકે ઉત્સાહથી ઉજવી રહ્યો છે. ત્યારે હડમતિયા કન્યા તાલુકા શાળા તેમજ કુમાર શાળામાં આ દિવસની ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ ધોરણ ૮ ના બાળકો દ્વારા સમગ્ર શાળાનું સંચાલન કરવામાં આવ્યું. ખાખરિયા આદિત્યએ શાળાનું સુકાન સંભાળ્યું. બધા જ નવા શિક્ષકોને અલગ અલગ વર્ગ અને વિષય સોંપવામાં આવ્યા. શાળાના તમામ વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ ઉત્સાહિત જોવા મળ્યા..

આ પ્રસંગે કન્યા તાલુકા શાળાના આચાર્યશ્રી નિલેશભાઈ સિણોજીયા, કુમાર શાળાના આચાર્યશ્રી નરેન્દ્રભાઈ ધાનજા, માધ્યમિક શાળાના આચાર્યશ્રી ધનશ્યામભાઈ અઘારા તેમજ શિક્ષકગણ હાજર રહ્યા હતા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!