09 સપ્ટેમ્બર 2023
હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર જીલ્લાના કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વી.એસ.પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ ASI મયુરસિંહ પરમાર તથા HC જીતેનભાઇ પાગડાર તથા PC સંજયભાઇ બાલીયા તથા PC નવલભાઈ નારણભાઈ તથા PC હાર્દિકપરી નારણપરી વીગેરે સ્ટાફના માણસો પેટ્રોલીગમા હોય જે દરમ્યાન PC સંજયભાઇ ભુપતભાઇ બાલીયા નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે કાલાવડના કુંભનાથપરા, વડવાળા હનુમાન મંદિર પાસે પુલના છેડે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાના વડે જુગાર રમી પૈસાની હારજીત કરે છે જે હકીકતના આધારે રેઇડ કરતા (૧) પ્રવીણભાઇ પરબતભાઇ મકવાણા રહે.કુંભનાથપરા, પુલના છેડે, કાલાવડ જી.જામનગર, કિરીટભાઇ અમુભાઇ બગથરીયા રહે.કુંભનાથપરા, પુલના છેડે, કાલાવડ જી.જામનગર, ભરતભાઇ બાબુભાઇ માગરોળીયા રહે.કુંભનાથપરા, મિઠી વિરડી, કાલાવડ જી.જામનગર, પરબતભાઇ છગનભાઇ સોઢા રહે.કુંભનાથપરા, મિઠી વિરડી, કાલાવડ જી.જામનગર, વિશાલ ભીખુભાઇ બોરીયાણા રહે.શીવહરી સ્કુલની પાછળ, કાલાવડ જી.જામનગર, અશ્વીન જીવાભાઇ કનેજા રહે.કુભનાથપરા, પુલના છેડે, કાલાવડ જી.જામનગર, મથુરભાઇ પરબતભાઇ મકવાણા રહે.કુંભનાથપરા પુલના છેડે,વડાવાળા હનુમાન મંદિર પાસે, કાલાવડ જી.જામનગર આ સાતેય શખ્સોને જાહેરમા જુગાર રમતા પકડી કૂલ રોકડા રૂપીયા-૧૦,૦૪૦, ગંજીપતાના પાના-પર, મોબાઇલ નંગ-૬ જેની કિ.રૂ.૨૬,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ.૩૬,૦૪૦ સાથે પકડી સાતેય શખ્સો વિરુધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી ASI એમ.ડી.પરમાર નાઓ દ્રારા હાથ ઘરવામા આવેલ છે…
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.