GANDHIDHAMKUTCH

Gandhidham : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીધામ દ્વારા જૂની પેન્શન યોજના આંદોલન કાર્યક્રમ માટે ઓનલાઈન મિટિંગની બેઠક મળી

૩૦-સપ્ટે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ કચ્છ :- ગત વર્ષે ગુજરાત સરકાર દ્વારા 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે સરકાર સાથે થયેલા સમાધાન સમયે સ્વીકારેલી માંગણીઓનો બાકી ઠરાવ તેમજ H-tat શિક્ષકોની માંગણી બદલી કે અન્ય શિક્ષકોના પડતર પ્રશ્નોની માંગણી માટે તેમજ 2005 પછીના શિક્ષકોને પણ જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે બીજી ઓક્ટોબરથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પોતાના સાથી સંગઠોને સાથે રાખીને સરકાર સાથે પોતાની માંગણીઓ રજૂ કરીને માંગણીઓને પૂર્ણ કરવા માટે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્વે ફરીથી આંદોલનની શરૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે આ આંદોલનની પૂર્વ તૈયારી અને આયોજન માટે ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ઓનલાઈન મિટિંગ કરવામાં આવી હતી.બેઠકમાં ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભરતભાઈ ધરજીયાએ આંદોલનની રૂપરેખા સમજાવી હતી. ત્યાર બાદ ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ, વરિષ્ઠ ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ તિવારી, સંગઠન મંત્રી પિયુષભાઈ જાદવ, મહિલા ઉપાધ્યક્ષ દક્ષાબેન ભાટી, રાજ્ય પ્રતિનિધિ મહેશભાઈ વાઘેલા, આંતરિક ઓડિટર માવજીભાઈ વાઘેલા, કચ્છ જિલ્લાના H-tat સંગઠનના ઉપાધ્યક્ષ પ્રહલાદભાઈ ગલચર, નટવરભાઈ ચૌધરી, આ બધા મહાનુભોએ પોતાના અનુભવો અને માર્ગદર્શન દ્વારા જૂની પેન્શન યોજના આંદોલન કાર્યક્રમ સફળ બનાવવા પોતાના મંતવ્યો જણાવી આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.તેમજ આ કાર્યક્રમ સફળ બનાવવા ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કારોબારીના અન્ય સદસ્ય પણ ઓનલાઈન મિટિંગમાં હાજર રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!