AMRELIBAGASARAGUJARAT

બગસરા નગરપાલિકા દ્વારા સાતલડી નદી કિનારે સફાઈ ઝુંબેશ

યોગેશ કાનાબાર રાજુલા

બગસરા નગરપાલિકા દ્વારા સાતલડી નદી કિનારે સફાઈ ઝુંબેશ

સ્ટેશન રોડ, રહેણાંક વિસ્તારમાં કચરો એકઠો કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નિર્મળ ગુજરાતના સંકલ્પને મળ્યું જનસમર્થન


આવો, આપણે સૌ સ્વચ્છતાનો સંકલ્પ કરીએ, સ્વચ્છતાને જીવનશૈલીનું અભિન્ન અંગ બનાવીએ
સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. આ અભિયાન અંતર્ગત બગસરા નગરપાલિકા દ્વારા સાતલડી નદી કિનારે સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. ઉપરાંત શહેરના સ્ટેશન રોડ, રહેણાંક વિસ્તારમાં કચરો એકઠો કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં બગસરા નગરપાલિકાની સમગ્ર ટીમ જોડાઈ હતી.
નિર્મળ ગુજરાતના સંકલ્પને મળ્યું જનસમર્થન. આવો, આપણે સૌ સ્વચ્છતાનો સંકલ્પ કરીએ, સ્વચ્છતાને જીવનશૈલીનું અભિન્ન અંગ બનાવીએ. જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તા.૧૬ ડિસેમ્બર,૨૦૨૩ સુધી વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ગામે ગામ સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું છે. ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકો ઉત્સાહભેર આ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાગ્રહી બની રહ્યા છે. મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાલક્ષી વિચારોને આજે ગુજરાતનો જન જન સાર્થક કરી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન પૂરજોશમાં આગળ ધપી રહ્યુ છે. ઉપરાંત આ અભિયાનમાં સામાજિક સંસ્થાઓ સહિત સૌ જનભાગીદાર બની રહ્યા છે. આવો સૌ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઈને સ્વચ્છ ગુજરાતનું નિર્માણ કરીએ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!