VADODARAVADODARA CITY / TALUKO

વડોદરા બોગસ PMO અને CMO બાદ હવે નવું નઝરાણું! ગૃહમંત્રીના નકલી PAએ પીધેલી હાલતમાં પોલીસ સાથે કરી બબાલ, 3 પાટીદાર યુવાનો ઝબ્બે


રાજ્યમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ વર્તમાનમાં જણાઈ રહ્યું છે. નકલી PMO, નકલી CMO, નકલી PSI, નકલી સરકારી કચેરી, નકલી IPS અને FCI અધિકારી બાદ હવે ગૃહમંત્રીનો નકલી PA ઝડપાયો છે. નકલી PA બની ખુલ્લેઆમ દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે.

વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે દારૂના નશામાં નકલી PA મારામારી કરી હતી.

હું ગૃહમંત્રીનો PA છું કહી કરી બબાલ અત્રે જણાવીએ કે, વરૂણ પટેલ નામના શખ્સે ગૃહમંત્રીના નકલી PA તરીકેની ઓળખ આપી હતી. વરૂણ પટેલે નકલી PAની ઓળખ આપી પોલીસ જવાનો સાથે મારામારી કરી હતી. પોલીસ જવાનોને માર મારી તેમની ગાડીનો પીછો કર્યો હતો. જે સમગ્ર બનાવના પગલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. વરૂણ પટેલ, આકાશ પટેલ અને પુનાક પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે

અગાઉ નકલી આઈપીએસ ઝડપાયો થોડા દિવસ અગાઉ સુરતના ઉધનામાંથી બિહારનો નકલી IPS ઝડપાયો હતો. ઉન વિસ્તારમાં રહેતા મોહમ્મદ શર્માઝ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી પાસેથી વોકીટોકી પણ મળી આવ્યો હતો. અત્રે જણાવીએ કે, ભાઠે વિસ્તારમાં અકસ્માતની તપાસમાં CCTVમાં આરોપી ઝડપાયો હતો. પોલીસે આઈકાર્ડ માગતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ નકલી આઈપીએસ વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતો હતો. રૂપિયા પડાવીને બિહાર ભાગવાની ફિરાકમાં હતો તે પહેલા જ પોલીસે દબોચી લીધો હતો.

નકલી FCI અધિકારી પણ ઝડપાયો અગાઉ ગાંધીનગરથી નકલી FCI અધિકારી ઝડપાયો હતો. સેક્ટર-21ના પોલીસ સ્ટેશનમાં પુણ્યદેવ રાય નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જણાવ્યું હતું કે, FCIના આધિકારીના નામે નકલી વિઝિટિંગ કાર્ડ બનાવ્યા. અત્રે જણાવીએ કે, બોગસ વિઝિટિંગ કાર્ડ બનાવી પોલીસ ભવનમાં આરોપી પ્રવેશ્યો હતો. આરોપીએ રામલીલામાં ભાગ લેવા પોલીસ અધિકારીને આમંત્રણ આપ્યુ હતું. આરોપી પુણ્યદેવ રાય મૂળ બિહારનો અને હાલ ગાંધીધામમાં રહેતો હોવાની માહિતી સામે આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!