SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા સેનીટેશન સ્ટાફ દ્વારા સી.યુ. શાહ હોસ્પિટલ અને તેની આસપાસ સફાઈ કરાઈ.

તા.09/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં નાગરિકો પણ શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે, આ અભિયાન અન્વયે સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા વિસ્તારોમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરની આસપાસ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા સેનીટેશન સ્ટાફ દ્વારા સી.યુ.શાહ હોસ્પિટલ અને તેની આસપાસ સફાઈ કામગીરી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચાલી રહેલ વિવિધ પ્રવૃત્તિઓના સફળ આયોજન માટે નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, સ્વચ્છતા સમિતિ ચેરમેન હરેશભાઈ જાદવ, સેનેટરી ઇન્સ્પેકટર હીનાબેન રાઠવા સહિતના લોકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!