GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારના ૨૧૩૬ મતદાન મથકો પર EVM, VVPATની ફાળવણી કરાઈ.

ઢવાણ વિધાનસભાના તમામ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરતાં પ્રાંત અધિકારીશ્રી નિકુંજ ધુળા

તા.06/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વઢવાણ વિધાનસભાના તમામ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરતાં પ્રાંત અધિકારીશ્રી નિકુંજ ધુળા

આવતીકાલે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે જે અંતર્ગત ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં કુલ ૨૧૩૬ જેટલા મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ આજે ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારના દરેક વિધાનસભા મતવિસ્તારમાં EVM, VVPAT ફાળવણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવા માટે ઉપયોગી તમામ વસ્તુઓ મતદાન મથક સુધી પહોંચાડવા અને સુરક્ષાને ધ્યાનમાં લઈને પુરતો પોલીસ બંદોબસ્ત, એસ.ટી. બસ, ખાનગી વાહનોની ફાળવણી સહિતની સુચારુ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જે અંતર્ગત આજે ૬૨-વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં પ્રાંત અધિકારી નિકુંજ ધુળાની ઉપસ્થિતિમાં મહિલા આઈ.ટી.આઈ, વઢવાણ ખાતેથી ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ તકે વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધુળાએ જણાવ્યું હતું કે, આજે મહિલા આઈ.ટી.આઈ. ખાતેથી વઢવાણ વિધાનસભા મત વિસ્તારના કુલ ૨૮૧ જેટલાં બુથો માટે EVM, VVPATના ડિસ્પેચિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર મતદારો માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે વધુમાં આ તકે તેમણે વઢવાણ વિધાનસભા મત‌ વિસ્તારના તમામ લોકોને આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ પણ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, ૩૯-વિરમગામ વિધાનસભા મત વિસ્તારમાં શેઠ એમ.જે.હાઇસ્કુલ, વિરમગામ ખાતે ૩૩૬ બુથો માટે ૪૨૦ BU, ૪૨૦ CU અને ૪૫૩ VVPAT, ૫૯-ધંધુકા વિધાનસભા મત વિસ્તારમાં બિરલા એન્ડ હરજીવનદાસ હાઇસ્કુલ, ધંધુકા ખાતે ૨૮૩ બુથો માટે ૩૫૩ BU, ૩૫૩ CU અને ૩૮૨ VVPAT, ૬૦-દસાડા વિધાનસભા મત વિસ્તારમાં સુરજમલજી હાઇસ્કુલ, પાટડી ખાતે ૨૯૪ બુથો માટે ૩૬૭ BU, ૩૬૭ CU અને ૩૯૬ VVPAT, ૬૧-લીંબડી વિધાનસભા મત વિસ્તારમાં મોડેલ સ્કૂલ, લીંબડી ખાતે ૩૧૯ બુથો માટે ૩૯૮ BU, ૩૯૮ CU અને ૪૩૦ VVPAT, ૬૨-વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં મહિલા આઈ.ટી.આઈ, વઢવાણ ખાતે ૨૮૧ બુથો માટે ૩૫૧ BU, ૩૫૧ CU અને ૩૭૯ VVPAT, ૬૩- ચોટીલા વિધાનસભા મત વિસ્તારમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, વિનયન કોલેજ, ચોટીલા ખાતે ૨૯૮ બુથો માટે ૩૭૨ BU, ૩૭૨ CU અને ૪૦૨ VVPAT, ૬૪- ધ્રાંગધ્રા વિધાનસભા મત વિસ્તારમાં શ્રી એમ એમ શાહ વિદ્યાલય, ધ્રાંગધ્રા ખાતે ૩૨૫ બુથો માટે ૪૦૬ BU, ૪૦૬ CU અને ૪૩૮ VVPAT એમ મળી કુલ ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં ૨૧૩૬ બુથો માટે ૨૬૬૭ BU, ૨૬૬૭ CU અને ૨૮૮૦ VVPATની ફાળવણી કરવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!