ANANDANAND CITY / TALUKO

ફુડ સેફટી વિભાગની સીંગ તેલની તપાસ અર્થે આણંદ જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઈવ

ફુડ સેફટી વિભાગની સીંગ તેલની તપાસ અર્થે આણંદ જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઈવ

 

જિલ્લાની વિવિધ પેઢીઓ ખાતે તપાસ કરી ખાદ્યપદાર્થોના ૩૦ નમુના લીધા

 

 

 

તાહિર મેમણ – 19/12/2023-આણંદ, મંગળવાર :: આણંદ જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા જિલ્લાની વિવિધ પેઢીઓની તપાસ કરીને ખાદ્યચીજના ૩૦ નમુના લઈ પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા છે.

 

જે અંતર્ગત અશોક સુપર સ્ટોર, વિદ્યાનગર, સુપર મી પ્રોવિઝન સ્ટોર, વિદ્યાનગર, ગણેશ ઓઈલ મીલ, વિઠ્ઠલ ઉદ્યોગનગર, આશાપુરી જનરલ સ્ટોર, શાસ્ત્રીગંજ, પેટલાદ, ધ ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાઈઝ કંપની લિમિટેડ, પેટલાદ, સમીરકુમાર રતનલાલ ચોગઠ, ગુડમાર્ટ કંપની, વિદ્યાનગર, રીચુ ઓઈલ એન્ડ પ્રોટીન્સ, ગાના, શ્રી ગણેશ ટ્રેડર્સ, સરદાર ગંજ, આણંદ, શ્રી બાલાજી ઓઈલ મીલ, મોગર, શાન એવી ફોર્ચ્યુન, આણંદ, આરવ ઓઈલ મીલ, દેદરડા, કે. કે. એન્ટરપ્રાઇઝ, મહેળાવ, શ્રીનાથજી પુરોહિત કેટરર્સ, પેટલાદ, રિલાયન્સ રિટેલ લિમિટેડ, આણંદ વિદ્યાનગર રોડ, આણંદ ખાતેથી વિવિધ કંપનીના સીંગતેલ ડબલ ફિલ્ટર્ડ ૫૦૦ એમ.એલ. બોટલ, એક લિટર બોટલ, એક લિટર પાઉચ, પાંચ લિટર પેક, લુઝ સીંગતેલ તથા ૨૫ કિલો પામોલીન પેક ટીન અને ૧૫ કિલો કપાસિયા તેલના નમુના લેવામાં આવ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!