LUNAWADAMAHISAGAR

મહીસાગર કલેકટર કચેરી ખાતે ઇન્ચાર્જ કલેકટર ચંદ્રકાંત પટેલના અધ્યક્ષ સ્થાને સુશાસન દિવસની ઉજવણી કરાઈ

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર કલેકટર કચેરી ખાતે ઇન્ચાર્જ કલેકટર ચંદ્રકાંત પટેલના અધ્યક્ષ સ્થાને સુશાસન દિવસની ઉજવણી કરાઈ

સ્વચ્છતા અભિયાન -૨૦૨૩ અંતર્ગત જિલ્લા કક્ષાની કચેરીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

 

મહીસાગર કલેકટર કચેરી ખાતે ઇન્ચાર્જ કલેકટર ચંદ્રકાંત પટેલના અધ્યક્ષ સ્થાને સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી અને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ Emerging અને aspiring તરીકે પસંદ થયેલ કચેરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

આ પ્રસંગે ઇન્ચાર્જ કલેકટર ચંદ્રકાંત પટેલએ જણાવ્યું હતું કે, સતત મે માસ ચાલેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લામાં ખૂબ જ સારી કામગીરી થઇ પણ હજુ આપડે જાગૃત થઈ આપડી આજુબાજુ સફાઈ રાખી જિલ્લામાં સ્વચ્છતા જાળવી રાખીએ અને સ્વચ્છ સમાજનું નિર્માણ કરીએ. શહેરની સાથે ગામડાઓમાં પણ સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે માટે ગામડાઓમાં સ્વચ્છતા જાળવવા લોકોને પ્રેરણા આપવા જણાવ્યું.

જિલ્લામાં સુશાસન દિવસના રોજ જિલ્લા કક્ષાની કચેરીઓમાં પડતર તુમાર નિકાલની ઝુંબેશ ;રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી ;રેકર્ડ રૂમની સાફ-સફાઈ,નિભાવણી ,જાળવણી અને યોગ્ય રીતે રેકર્ડ ધ્યાને લેતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા BEST,EMERGING,ASPIRING કેટેગરીમાં જિલ્લા કચેરીઓને પ્રમણપત્ર એનાયત કરવામાં આવ્યા.. જિલ્લાકક્ષાની ઉજવણી દરમિયાન રાજય કક્ષાએ યોજાનાર ” સુશાસન દિવસ ” ની ઉજવણીમાં વર્ચ્યુઅલી જોડાઈ સહભાગી થયાં હતા.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!