GIR SOMNATHGIR SOMNATH

સોમનાથ મંદીર ખાતે ફરવા આવેલ યાત્રીકનું ગુમ થયેલ બેગ પરત અપાવતી પ્ર.પાટણ સર્વેલન્સ સ્કોડ

સોમનાથ મંદીર ખાતે ફરવા આવેલ યાત્રીકનું ગુમ થયેલ બેગ જેમાં અગત્યના ડોકયુમેન્ટ તથા આઇફોન કંપનીનો મોબાઇલ ફોન નંગ-૦૧ તેમજ એક પર્ચ પરત અપાવતી પ્ર.પાટણ સર્વેલન્સ સ્કોડ

નાયબ પોલીસ મહાનિરીક્ષક .નિલેષ જાંજડિયા જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓના માર્ગદર્શન મુજબ પ્ર.પાટણના પો.ઇન્સ વી.એ.ચારણ નાઓની સુચના મુજબ પો.સબ.ઇન્સ. એમ.કે.મોવલીયા તથા એ.એસ.આઇ. હિરેનભાઈ રામસીંગભાઇ પો.કોન્સ. પિયુષભાઇએ રીતેના પો.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન અહીં પ્ર.પાટણના સ્થાનીક રહીશ ગણેશ દતવાર રહે.ભાલકા તથા દિપક ગોસ્વામી વાળાઓ અમોને રૂબરુ મળેલ અને કહેલ કે, એક સોમનાથ દર્શનાર્થે આવેલ યાત્રીક પોતાની ઓટોરીક્ષામાં એક બેગ ભુલી જઇ જતા રહેલ હોય જે બેગમાં અગત્યના ડોકયુમેન્ટ તથા આઇફોન કંપનીનો મોબાઇલ ફોન નંગ-૦૧ તેમજ એક પર્ચ હોય જે બેગ જે-તે સ્થિતીમાં પોલીસ સ્ટેશન ખાતે રજુ કરતા પો.સ્ટાફ દ્વારા તપાસ કરતા સોમનાથ મંદિર ખાતે આવેલ દર્શનાર્થી મનીષભાઇ તીવારી રહે.ગુડગાવ હરીયાણા વાળાનો આ બેગ હોય જેથી અરજદારનો સંપર્ક કરી તેઓનું ગુમ થયેલ બેગ મુળ માલીકને પરત કરી ગણેશ દતવાર રહે.ભાલકા તથા દિપક ગોસ્વામી વાળાઓએ ઇમાનદાર નાગરીક તરીકે પોતાની નૈતિકતાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડી ખુબજ પ્રશંસનીય કામગીરી કરેલ છે અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે ખરા અર્થમાં સાર્થક કરતી પ્ર.પાટણ પોલીસનો તથા ગણેશ દતવાર તથા દિપકભાઈ ગોસ્વામીનો અરજદારએ આભાર માન્યો હતો.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!