MAHISAGARSANTRAMPUR

મહીસાગર જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિકસીત ભારત સંકલ્પ યાત્રા નો ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાયો

    1. રિપોર્ટર
      અમીન કોઠારી
      મહિસાગર

મહીસાગર જિલ્લાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સમાપન

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાયો.

વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરાયા .

આજે લુણાવાડા તાલુકાના અને સમગ્ર મહીસાગર જિલ્લાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાના અંતિમ દિવસે લુણાવાડા તાલુકાના નપાણિયા ગામે ભવ્ય સમાપન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલની અધ્યક્ષસ્થાને અને પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતીમાં યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકારના વિવિધ વિભાગો દ્વારા લોક કલ્યાણકારી યોજનાઓના સુચારુ સંચાલન દ્વારા છેવાડાનાં માણસને યોજનાકીય લાભ પહોંચાડવાનું કામ વિકસિત ભારત સંક્લ્પ યાત્રા હેઠળ મહીસાગર જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં નાગરિકોને યોજનાઓનો મહત્તમ લાભ લેવા પ્રમુખશ્રીએ ગ્રામજનોને અપીલ કરી હતી.

આ પ્રસંગે સાંસદશ્રી રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રીને દેશના ગરીબ અને વંચિત નાગરિકોની ચીંતા છે. તેમને ખબર છે કે ગરીબ લોકોને કઇ કઇ તકલીફો સહન કરવી પડે છે તેથી તેમણે આવાસ યોજના, આયુષ્માન ભારત કાર્ડ,અન્ન યોજના, ઉજ્જ્વલા યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જેથી આપણે યોજનાઓ અંગે જાગૃત બની લાભ લઇએ અને આર્થીક સામાજીક રીતે આગળ વધીએ એમ સૌને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ભાવિન પંડયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઘરઆંગણે ૧૭ જેટલી વિવિધ યોજનાઓનો લાભો આપવામાં આવી રહ્યા છે ત્યારે દરેક લોકોએ આ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉદબોધન વર્ચ્યુલી નિહાળ્યું હતું. આ સાથે ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત પોષણ અભિયાન, પીએમ કિશાન યોજના, આયુષ્માન ભારત કાર્ડ જેવી વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા વર્ણવી હતી. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંગેની શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમમાં વિવિધ યોજનાના સ્ટોલ,આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષ્ટીક વાનગી નિદર્શન તથા મેડિલક હેલ્થ કેમ્પનું સુદ્રઢ આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ, પ્રાંત અધિકારીશ્રી,રથના ઇન્ચાર્જ,મામલતદારશ્રી, ગ્રામપંચાયતના સરપંચશ્રી, તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ તથા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!