DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

‘જીવો, જીવવા દો અને જીવાડો’ની ભાવના સાથે રાજ્યભરમા અભિયાન

‘જીવો, જીવવા દો અને જીવાડો’ની ભાવના સાથે રાજ્યભરમા અભિયાન

ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે “કરુણા”  કાર્યરત

મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવી સાથે સલામતી માટે સજાગ કર્યા

 

પક્ષીઓનું જીવન સુરક્ષિત રાખવા સવારે ૯ વાગ્યા પહેલા અને સાંજે ૫ વાગ્યા બાદ પતંગ ન ઉડાડવા જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુનો લાગણીસભર અનુરોધ

 

જામનગર ( નયના દવે)

રાજયભરમાં ઉતરાયણનો તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે. પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને તેના મૃત્યુ થવાના બનાવો બનતા હોય છે. આથી, રાજ્યભરમાં ‘જીવો, જીવવા દો અને જીવાડો’ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ વર્ષે પણ ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર વ્યવસ્થા માટે કરુણા અભિયાન કાર્યરત કરાયું છે.

જે અંગે મદદનીશ માહિતિ નિયામકની કચેરી રાજકોટ(સૌરાષ્ટ્ર-કચ્છઝોન)ના અધીકારીઓ એડીટર ટીમ વગેરેના માર્ગદર્શન હેઠળ માહિતી મદદનીશ માર્ગી મહેતાએ આ વીસ્તૃત અહેવાલમા વધુમા જણાવ્યુ છે કે..

રાજકોટ જિલ્લા નાયબપશુપાલન વિભાગના હેલ્પલાઈન નં. ૧૯૬૨ ઉપર પણ ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે. તેમજ પતંગના દોરાથી વિદ્યુત તારોમાં ફસાયેલા પક્ષીઓની મદદ માટે પી.જી.વી.સી.એલ. ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૩ પર સંપર્ક થઈ શકશે.

 

 

રાજકોટ જિલ્લા નાયબ પશુપાલન વિભાગના હેલ્પલાઈન નં. ૧૯૬૨ ઉપર પણ ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે. તેમજ પતંગના દોરાથી વિદ્યુત તારોમાં ફસાયેલા પક્ષીઓની મદદ માટે પી.જી.વી.સી.એલ. ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૩ પર સંપર્ક થઈ શકશે.

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના સેક્રેટરીશ્રી પ્રતિકભાઈ સંઘાણીએ જણાવ્યું છે કે, કરૂણા અભિયાન હેઠળ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્રએનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ-પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓના સહયોગથી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી સુઆયોજીત ઢબે હાથ ધરવામાં આવી છે. તદઉપરાંત, આ અભિયાન હેઠળ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન થાય, તે અંગે મોબાઈલ વાનમાં બેનરો મારફતે જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

દરમ્યાન રાજકોટ કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ દ્વારા પક્ષીઓના જીવન બચાવવા માટે સવારે ૯ વાગ્યા પહેલા અને સાંજે ૫ વાગ્યા બાદ પતંગ ન ઉડાડવા, પાકા અને ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવા તથા તાર કે ઝાડ પર લટકતા દોરાઓ દૂર કરવા લાગણીસભર અનુરોધ કરવામાં આવ્યો છે.

$< મુખ્યમંત્રી નો અનુરોધ>$

તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ વર્ષે ઉતરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા સૌને અપીલ કરી છે.

મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવી સાથે સલામતી માટે સજાગ કર્યા…………….

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વની સૌ નાગરિકોને શુભેચ્‍છાઓ પાઠવી છે.

મુખ્યમંત્રીશ્રીએ સૂર્ય નારાયણનો ઉત્તર તરફના પ્રયાણનો આ ઉત્‍સવ સૌના વિકાસ માટેની ઉર્ધ્વગતિનો ઉત્‍સવ બની રહે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી છે.

તેમણે પતંગ ઉડ્ડયનનું આ પર્વ સમાજમાં સૌના સાથ સૌના વિકાસ ના ધ્યેય સાથે સંવાદિતા-ભાઇચારા અને પરસ્પર પ્રેમનું દ્યોતક બનશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો છે. તેમ સીએમપીઆરઓ/અરૂણજી એ જણાવ્યુ છે

@___________________

BGB

b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)

gov.accre.journalist

jamnagar

8758659878
[email protected]

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!