DEDIAPADAGUJARATNARMADA

નર્મદા પ્રજાસત્તાક પર્વની સાગબારા ખાતે દબદબાભેર ઉજવણી કરવામાં આવી 

નર્મદા પ્રજાસત્તાક પર્વની સાગબારા ખાતે દબદબાભેર ઉજવણી કરવામાં આવી

તાહિર મેમણ : ડેડીયાપાડા – 26/01/2024 – દેશના ૭૫ મા પ્રજાસત્તાક પર્વની દબદબાભેર હર્ષ ઉલ્લાસ સાથે આજે સાગબારા તાલુકાની નવરચના માધ્યમિક શાળા સંકુલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. આ વેળાએ આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનોની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ આજના પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ધ્વજવંદન બાદ પોલીસના જવાનો તરફથી હર્ષ ધ્વની (VOLLEY FIRING) કરાયું હતું. ત્યારબાદ સુરક્ષા જવાનોની વિવિધ પાંખ દ્વારા યોજાયેલીપરેડનું નિરિક્ષણ કર્યું હતું.

 

પ્રજાસત્તાક પ્રસંગે નવરચના હાઈસ્કૂલના પટાંગણમાં જિલ્લા પોલીસ વિભાગના વિવિધ છ પ્લાટુન્સે શિસ્તબદ્ધ પરેડ થકી સેવા-સુરક્ષાની ઝાંખી કરાવી હતી. જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા ૧૩ જેટલા ટેબ્લોનું પણ નિરિક્ષણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વે મેડ સ્કૂલ- પાટ, નવરચના હાઈસ્કૂલ-સાગબારા અને સેલંબા હાઈસ્કૂલ- સેલંબાના વિદ્યાર્થીઓએ દેશભક્તિનો ભાવ જગાવતી કૃતિઓ રજૂ કરી અનોખુ આકર્ષણ જમાવ્યું હતું. આ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્તમ પ્રદર્શન કરનાર ટીમને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તીપત્રો આપી સન્માનિત કરાયા હતા.

 

સાગબારા તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો. જ્યારે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓ તેમજ પોલીસ વિભાગ, ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મયોગીઓ, મહેસુલ વિભાગના કર્મીઓ સહિત વિવિષ્ટ યોગદાન આપનારને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

 

આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીઓ, શહેર-જિલ્લાના અગ્રણીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતાં. કાર્યક્રમના અંતમાં પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર, જિલ્લા કલેક્ટર સહિત મહાનુભાવોના હસ્ કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!