ABADASAGUJARATKUTCH

અખિલ કચ્છ હિંગોરા સમાજ પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-4 ની ફાઈનલ માં ફૈઝાનવોરીયર્સ ખીરસરાનો વિજય.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.

અબડાસા તા.27 જાન્યુ :- અખિલ કચ્છ હિંગોરા સમાજ દ્વારા દર વર્ષે ડે ક્રિકેટ ટુર્નામેન્ટ નો આયોજન કરવામાં આવે છે પણ આ વખતે સમાજ ના યુવાનો ની માંગ નાઈટ ક્રિકેટ રમવા ની કરી હતી ત્યારે વિંઝાણ ગામ ના હિંગોરા અલીમામદ ભાઈ ફૌજી સુધી પહોંચતા તેઓ હાલમાં રજાઓ પર આવતા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-4 નો આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સમાજના તમામ યુવાઓ માં થી ટોપ ખેલાડીઓ ને દરેક ટીમ માટે આઈકોન તરીકે નક્કી કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કુલ ખેલાડીઓ ની સંખ્યા મુજબ 12 ટીમ બને તેમ હોવાથી સમાજ ના દાતાશ્રીઓ માં થી 12 સ્પોન્સર બની ને તમામ ખેલાડીઓ ઓકસન ના માધ્યમ થી ટીમો બનાવી ને દસ દિવસ નો આયોજન કરવામાં આવ્યું ફાઈનલ માં રિસ્કી વોરિયર્સ અરજણપર અને ફૈઝાનવોરીયર્સ ખીરસરા પહોંચી હતી અને બંને ટીમો ના ખેલાડીઓ અને આજુબાજુના આગેવાનો દ્વારા સૌપ્રથમ રાષ્ટ્રગીત થી શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ટોસ વિધી સૈયદ અબ્દુલ હમીદશા દ્વારા કરવામાં આવી હતી ટોસ ફૈઝાનવોરીયર્સ ખીરસરા એ જીતી ને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરીને 12 ઓવરમાં 140-રન્સ નો ટાર્ગેટ આપી ફૈઝાનવોરીયર્સ ખીરસરા ની તેજ તરાર બોલીંગ અને ફિલ્ડિંગ ના સામે રિસ્કી વોરિયર્સ અરજણપર દ્વારા 10.2 ઓવરમાં 104 રન્સ માં ઓલઆઉટ થઈ જતાં રોમાંચક મુકાબલા નો અંત થયો હતો અને ફૈઝાનવોરીયર્સ ખીરસરા મેગા ફાઈનલ મેચ જીતી ગઈ હતી આયોજકો દ્વારા વિનર ટીમ ને ટ્રોફી સાથે રોકડ 20,000- રૂપિયા ઈનામ આપવામાં આવ્યા હતા અને હારનાર ટીમ રનર્સઅપ ટીમ રિસ્કી વોરિયર્સ અરજણપર ને પણ ટ્રોફી સાથે રોકડ રકમ 10,000- હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા આ મેચમાં મેન ઓફ ધ મેચ તાહિર હિંગોરા ખીરસરા રહ્યા હતા અને બેસ્ટ બોલર શબીર હિંગોરા ધનાવાડા રહ્યા હતા અને બેસ્ટ બેસ્ટમેન અબ્દ્રેમાન હિંગોરા ગઢવાડા રહ્યા હતા,ફાઈનલ મેચ જોવા માટે અખિલ કચ્છ હિંગોરા સમાજ ના પ્રમુખ જુણસભાઈ હિંગોરા અને ઉપ પ્રમુખ હાજીયાકુબ ભાઈ હિંગોરા અને અબડાસા તાલુકા પંચાયત ના માજી સદસ્ય હાજીઆમદભાઈ હિંગોરા અને અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચા ના પ્રમુખ રજાકભાઈ હિંગોરા અને અબડાસા તાલુકા પંચાયત ના માજી ચેરમેન જાફરભાઈ અને અખિલ કચ્છ હિતરક્ષક સમિતિ અબડાસા ના પ્રમુખ સાલેમામદભાઈ પઢીયાર અને વિંઝાણ ગામ ના સરપંચ સજનસિંહ જાડેજા અને ખીરસરા ગામ ના સરપંચ આદમભાઈ હિંગોરા અને રેલડીયા મંજલ ના સરપંચ અનવરભાઈ હિંગોરા અને ભાનાડા સરપંચ જાફરભાઈ નોડે અને ખીરસરા (કો) ના સરપંચ મામદભાઈ સુમરા અને નોટરી વકીલ ઈકબાલભાઈ હિંગોરા અને ઈમરાન કુંભાર એડવોકેટ સહિત ના આગેવાનો એ હાજરી આપી હતી આ સમગ્ર ટુર્નામેન્ટ નો આયોજન અને વ્યવસ્થા વિંઝાણ ગામ ઉપસરપંચ ડાડાભાઈ હિંગોરા અને અશરફભાઈ હિંગોરા ખીરસરા અને સુલતાનભાઈ હિંગોરા ખીરસરા અને શબીર સૈયદ વિંઝાણ અને ઉબેદ હિંગોરા સાંધવ અને ફૈઝઉલ સૈયદ વિંઝાણ અને ગફાર હિંગોરા વિંઝાણ સહિત કરી હતી અને મુખ્ય આયોજક સી.આર.પી જવાન હિંગોરા અલીમામદ ભાઈ ફૌજી હતા કોમેન્ટ્રી નું ભાર જાડેજા પૃથ્વીરાજ સિંહ સાંધવ અને સૈયદ રસીદશા બાપુ એ સંભાડયો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!