GUJARATKUTCHMANDAVI

અમદાવાદ ખાતે સિદ્ધ પુરુષ સંત શ્રી મેકણદાદા ના જીવન પર આધારિત ફિલ્મ ની જાહેરાત કરી પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા- ૦૧ : સીને મેજિક એવોર્ડ કાર્યક્રમ માં કચ્છ ના કબીર કહો કે કચ્છના કાવડિયા એવા સંતશ્રી મેંકણદાદા પર બનવા જઈ રહેલી ગુજરાતી ફિલ્મ ની જાહેરાત કરી પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું.આ પોસ્ટર લોન્ચમાં હસમુખ પટેલ,વિજય જોશી , બી.એમ.શ્રીમાળી ,રાજ વઢિયારી,બિમલ ત્રિવેદી ,યામિની જોશી, ગીતા કારિયા,ઉપરાંત મહાનુભાવો જોડાયા હતા.વિશ્વ વંદનીય સંત શ્રી મેંકણદાદા પર બની રહેલ ગુજરાતી ફિલ્મ ની માહિતી આપતા જીનામ ફિલ્મ એન્ડ ઓડિયો વિઝ્યુઅલ પ્રોડકશન ના વિજય જોશી (લ્હેરું) એ ફિલ્મ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રી પ્રેમજી લ્હેરું દ્વારા અપાયેલ માહિતી ને લોકો સમક્ષ મુકવાનો પ્રયાસ આદર્યો છે જેથી શ્રી દાદા મેકણ ના જીવન વિશે લોકો માહિતગાર થઇ શકે , હાલ વર્ષો બાદ ભગવાન શ્રી રામ અયોધ્યા ખાતે બિરાજમાન થયા તો બીજી બાજુ શ્રી રામ ના ભાઈ લક્ષમણ અવતારી સંતશ્રી મેકણદાદા પર ગુજરાતી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીયે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વર્ષોથી સંતશ્રી મેકણદાદા પર ગુજરાતી ફિલ્મ બને એવું કેટલાય લોકો વિચારતા હતા અને ભુતકાળમાં અનેક લોકોના ભાવ-પ્રતિભાવો આવતા હતા અને સંતશ્રી મેકણદાદાએ આ કામ કરવા માટે અમોને નિમિત્ત બનાવ્યા હોય એવું લાગી રહ્યું છે.વિશ્વ વંદનીય સંતશ્રી મેકણદાદા પર બની રહેલ ફિલ્મ ના પોસ્ટર લોન્ચ સમયે દાદા ની વાત કરતા કીધું કે સંત કહો, સાધુ કહો, કહો ઓલિયા પીર, ,કચ્છ ધરા પર અવતર્યો, રઘુ નંદન નો વીર….કહી સંતશ્રી મેકણ ની વાત ની શરુઆત કરાતાં એ સમયે સમગ્ર પરિસર રામ મય બન્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં કચ્છ તેમજ ગુજરાત ના વિવિધ સ્થળોએ શુટિંગ માટેની તૈયારીઓ ના ભાગ રૂપે કલાકારો ના ચયન ની પ્રક્રિયા પણ શરુ કરવા જઈ રહ્યા છીએ એમ જીનામ ફિલ્મ એન્ડ ઓડિયો વિઝ્યુઅલ પ્રોડક્શન ના વિજય જોશીએ જણાવ્યું હતું.

સંતશ્રી મેકણદાદા ના વિષય આધારિત સ્ક્રીન પ્લે અને સંવાદ લખતા ધ્રાંગધ્રાના બી.એમ.શ્રીમાળી એ જણાવ્યું હતું કે સંતશ્રી મેકણદાદા ની વાતો જેવી રીતે શ્રી પ્રેમજી ગણપત જોશીએ વર્ણવી છે એ અનુસંધાને અમો આગળ વધી રહ્યા છીએ અને ખુશીની વાત છે કે આજે કેટલીયે ફિલ્મ માટે સ્ક્રિપ્ટો લખી પરંતુ શ્રી દાદા મેકણ ફિલ્મ માટે સ્ક્રીન પ્લે લખવું એ ખુબ જ કપરું છે પરંતુ દાદા મેકણ અને પ્રેમજી લ્હેરું ના આશીર્વાદ થી આ પાર પડશે. તો બીજી તરફ ગીતકાર શ્રી રાજ વઢિયારીએ જણાવ્યું હતું કે શ્રી દાદા મેકણ ની વાતો તો ઘણી સાંભળી પણ દાદાની બની રહેલ ગુજરાતી ફિલ્મ માટે ગીત લખવા એ જીવનનો લ્હાવો છે.એવોર્ડ આપતા શ્રી હસમુખ પટેલએ જણાવ્યું હતું કે હાલ ના યુગમાં શ્રી દાદા પર ગુજરાતી ફિલ્મ બની રહી છે એ ગૌરવ ની વાત છે અને શ્રીમાળી ભાઈએ કીધું કે શ્રી પ્રેમજી લ્હેરું દ્વારા કલમ બદ્ધ કરાયેલ અને એમના જ પરિવારના વિજયભાઈ ફિલ્મ બનાવી રહ્યા છે એ પણ કંઈક કુદરતી સંકેત જરૂર કહી શકાય .પોસ્ટર લોન્ચ કાર્ય બાદ શ્રી હરેશ પટેલે જણાવ્યું હતું કે શ્રી દાદા મેકણ લોકોના હદય રહેલા છે અને આજે ગુજરાતી ફિલ્મ બનવા જઈ રહી છે એવા સમયે જે ઉત્સાહ ફિલ્મ જગતના મહાનુભાવો એ આપ્યો છે એ બદલ ધન્યવાદ પણ આપ્યા હતા અને ફિલ્મ જગતના મહાનુભાવો સતત માર્ગદર્શન આપતા રહેશે એવી વાત પણ કહી હતી. આ આયોજનમાં કેશવ રાઠોડ ,હસમુખભાઈ પટેલ ,હરસુખ પટેલ , શૈલેષભાઇ શાહ,વંદનભાઈ શાહ,રાકેશ પાંડે , ઉપરાંત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!