AHAVA

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં ગાવદહાડ ગામે બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં હોવાથી મુસાફરોને હાલાકી.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના ગાંવદહાડ ગામ ખાતે બસ સ્ટેશન ખંડેર હાલતમાં જોવા મળે છે.ત્યારે સ્થાનિક મુસાફરો ખુલ્લામાં તાપ તડકો સહન કરવા માટે મજબૂર બન્યા છે. તેમજ ચોમાસા દરમિયાન તો લોકોએ વધુ હાલાકી વેઠવી પડતી હોય છે.ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ગાંવદહાડ ગામના બસ સ્ટેશનની હાલત ખંડેર હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.બસ સ્ટેશન ખંડેર હોવાથી લોકો ખુલ્લા આકાશ નીચે ઊભા રહેવા મજબૂર બન્યા છે.  બસ સ્ટેશન ની અંદર કેટલાય સમયથી કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવી નથી.તેમજ બસ સ્ટેશનનની છત તો જોવા જ મળતી નથી.સ્કૂલ – કોલેજના  વિદ્યાર્થીઓ તેમજ અન્ય કોઇપણ મુસાફરોને કલાકો સુધી ઊભા રહેવું પડી રહ્યું છે.  બસ સ્ટેશનની હાલત ચોમાસા બાદ અત્યંત બદતર બની ચૂકી છે.વર્ષો  જૂના બસ સ્ટેશનનું  સમયાંતરે મેન્ટેનન્સ ન  થવાથી તેની હાલત અત્યંત જર્જરિત થઈ છે.દરરોજ શાળા – કોલેજ આઇ.ટી.આઇ. વગેરેના  વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુસાફરો બસની રાહ જોતા ખુલ્લા આકાશ નીચે તડકામાં ઉભા રહે છે.તેમજ આ બસ સ્ટેશન ઝાળી ઝાંખરામાં ખોવાઈ ગયું હોય તેવુ જોવા મળી રહ્યું છે.અને ગંદકી નું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે,”સરકાર દ્વારા વિકાસના નામે લાખ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે ત્યારે વિકાસ ક્યાં છે ? “વધુમાં ઉલ્લેખનીય છે કે આહવા ડેપોથી સાંજે ગિરમાળની બસ આવતી હોય છે. ત્યારે રાત્રિના સમયમાં બસ સ્ટેન્ડ વગર લોકો રઝળપાટ કરવા મજબૂર બનતા હોય છે. તેમજ સવારે પાંચ વાગ્યે પણ બસ ઉપાડતી હોય છે અને સ્કૂલને જતા વિદ્યાર્થીઓ અને પેસેન્જર બસ સ્ટેન્ડ ના અભાવે ખુલ્લા રસ્તા પર ઊભા રહેતા હોય છે તેમજ ચોમાસામાં તો તેમણે ખૂબ જ મુશ્કેલીમાં સામનો કરવો પડતો હોય છે. તેમજ રાત્રિના સમયે નિર્માણ ગામે બસ નાઈટ રોકાવા માટે આવતી હોય છે પરંતુ ત્યાં તો બસ સ્ટેન્ડ અને બાથરૂમની સુવિધા જ ઉપલબ્ધ નથી. ત્યારે આવી હાલતમાં ચોમાસાના સમયમાં તો બસ ડ્રાઇવર અને પેસેન્જરની શું હાલત થતી હશે તે આપણે વિચારી શકીએ છીએ. ત્યારે આ સમગ્ર મામલે જવાબદાર અધિકારી તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે..

Back to top button
error: Content is protected !!