સાંસદ શ્રી શોભનાબેન બારૈયા એ “મુંબઈચા મહારાજા” ના મુંબઈ ખાતે આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
સાંસદ શ્રી શોભનાબેન બારૈયા એ “મુંબઈચા મહારાજા” ના મુંબઈ ખાતે આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
સમગ્ર દેશની અંદર ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે મુંબઈ ખાતે “મુંબઈ ચા મહારાજા” સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ૧૧મી ખેતવાડી,મુંબઈ ખાતે આ વર્ષે મહારાષ્ટ્રની સૌથી વિશાળ અને ઊંચી ગણપતિ બાપા ની મૂર્તિ એટલે કે 47 ફૂટ ઊંચી મૂર્તિ બિરાજમાન છે. આજરોજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શ્રી શોભનાબેન બારૈયા અને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પ્રસંગે “મુંબઈ ચા મહારાજા” મંડળના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ તથા કુણાલભાઈ દીક્ષિતે સાંસદ શ્રી પાસે ગણપતિ બાપા ની પૂજા કરાવી તેઓને બુકે અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સંસદ સભ્યશ્રી દ્વારા ઊંચામાં ઊંચી વિશાળ ગણપતિ બાપા ની પ્રતિમા બિરાજમાન કરવા બદલ તથા ખુબ ભવ્ય ગણેશોત્સવના આયોજન બદલ મંડલને ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મંડલ દ્વારા આ વર્ષે વિષ્ણુ ભગવાનના આવનાર દસમા અવતાર એટલે કે કલકી અવતારના સ્વરૂપમાં ગણપતિબાપા બિરાજમાન કરવામાં આવેલ છે સાથે જ વિષ્ણુ ભગવાનના નવ અવતારોની ગેલેરી પંડાલમાં બિરાજમાન કરેલ છે.
અહેવાલ:- પ્રતિક ભોઈ